Site icon

મોનો રેલનો પ્રવાસી હવે સીધો મહાલક્ષ્મી સ્ટેશન પર પહોંચી શકશે-MMRDA આ બંને સ્ટેશનોને જોડશે

 News Continuous Bureau | Mumbai

મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) માટે ધોળો હાથી સાબિત થયેલી મોનો રેલમાં(mono rail) પ્રવાસી(Commuters) વધારવા માટે હવે તેણે મોનો રેલ અને મહાલક્ષ્મી સ્ટેશનને(Mahalakshmi station) જોડવાની યોજના બનાવી છે.

Join Our WhatsApp Community

મોનો ટ્રેન(Mono train) દ્વારા સંત ગાડગે મહારાજ સ્ટેશન(Sant Gadge Maharaj Station) પર ઉતરતા મુસાફરોને તરત મહાલક્ષ્મી સ્ટેશન પહોંચવું શક્ય છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ આ બંને સ્ટેશન વચ્ચે 500 મીટર અંતરનો ખાસ ટ્રાવેલેટર(travelator) બાંધવાની યોજના બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- જમીન હડપનારાઓ હવે દરિયા પર પણ અતિક્રમણ કરવા માંડ્યું- મુંબઈના દરિયા કિનારા પર ગેરકાયદે ઊભા થયાં ઝૂંપડાં

સંત ગાડગે મહારાજ મોનો રેલવે સ્ટેશન અને મહાલક્ષ્મી સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનને(Underground metro station) જોડનારો આ ટ્રાવેલેટર બનાવવામાં આવવાનો છે. જે ખાસ કરીને એરપોર્ટ પર જોવા મળે છે. ટ્રાવેલેટર મુસાફરોને તેમનો સામાન લઈ જવામાં સરળતા રહે તે માટે બનાવવામાં આવે છે. હાલમાં મુંબઈમાં આવો કોઈ ટ્રાવેલેટર  ન હોવાથી તે મોનો અને પશ્ચિમ રેલવેને(Western Railway) જોડનારો કદાચ આ પહેલો ટ્રાવેલેટર બની શકે છે..

આ ટ્રાવેલેટર 500 મીટર પહોળો હશે, જેમાં 3 મીટર પહોળાઈની બે લેન હશે. હાલમાં MMRDA  તેના પરીક્ષણ પર કામ કરી રહ્યું છે. ઉપરાંત, ડિઝાઈનની પ્રક્રિયા ચાલી રહી છે અને એકવાર કામ પૂર્ણ થઈ ગયા પછી, પ્રોજેક્ટ માટે આગળના પગલા લેવાશે
 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version