ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોના મહામારીને કારણે સ્થિતિ વિષમ બની રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય હોસ્પિટલ, પલંગ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓ જેવી તમામ સારવારની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ નિર્ણાયક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી હવે મેદાનમાં આવી ગઈ છે. કોરોનાના દર્દીઓ માટે ભાજપના તમામ ધારાસભ્યો, કોર્પોરેટર અને જનપ્રતિનિધિઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. આ અંતર્ગત ઉત્તર મુંબઈની ચારકોપ એસેમ્બલી એટલે કે કાંદિવલી પશ્ચિમ માં બનેલા કોવિડ કેર સેન્ટરનું માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સાંસદ ગોપાલ શેટ્ટી અને ધારાસભ્ય યોગેશ સાગરના માર્ગદર્શન અને પ્રયત્નોથી આ કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાંદીવલી પશ્ચિમમાં ભુરાભાઈ આરોગ્ય ભુવન હોલમાં 130 ઓક્સિજન બેડ સાથે તમામ અન્ય તબીબી સુવિધાઓ અને કોરોના દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
પૈસા ન હોવાને કારણે આ દેશની ૬૦ ટકા ગરીબ જનતાને વર્ષ 2023 સુધી વેક્સિન માટે રાહ જોવી પડશે..
