Site icon News Continuous Bureau | Mumbai

કલાનગર અને BKCથી આવતા રેલવે પ્રવાસીઓને રાહત-વેસ્ટર્ન રેલવેએ ટિકિટ માટે કરી આ સુવિધા ઉપલબ્ધ-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુસાફરો(Local Train commuters)ની સુવિધા માટે બાંદ્રા(પૂર્વ) ખાતે દક્ષિણ તરફ આવેલા ફૂટ ઓવરબ્રિજ(foot overbridge) ઉપર વેસ્ટર્ન રેલવે(Western railway) દ્વારા નવી ટિકિટ બુકિંગ ઓફિસ(Ticket Booking office)ખોલવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી અનુસાર, 14મી જૂન, 2022ના રોજ બાંદ્રા (પૂર્વ) ખાતે નવી બુકિંગ ઓફિસ ખોલવામાં આવી છે. તે દક્ષિણ તરફ આવેલા ફૂટઓવર બ્રિજ પુલ પર સ્થિત છે. આ બુકિંગ ઓફિસમાં 4 કાઉન્ટર છે જેમાં દિવ્યાંગો(senior citizen)ને અડચણ ન થાય તે મુજબની બનાવેલ છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 4 યુવકો તણાયા- આટલાના ડૂબી જવાથી મોત-સર્ચ ઓપરેશન ચાલુ

આ બુકિંગ ઓફિસ કુલ 195 ચો.મી.ના ક્ષેત્રફળમાં બનેલી છે. તેમાં 120 ચો.મી.નો વિસ્તાર લાઈનમાં ઊભા રહેવા માટેનો છે. તો 75 ચો.મી.નો ચાલવા માટે છે. તે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ બુકિંગ ઓફિસ ખાસ કરીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને કલાનગર(Kalanagar) વિસ્તારમાંથી આવતા ઘણા મુસાફરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. 

આ નવી બુકિંગ ઓફિસ સાથે હવે બાંદ્રામાં ત્રણ બુકિંગ ઓફિસ છે. આમાંથી, મુખ્ય બુકિંગ ઓફિસ પશ્ચિમ બાજુએ આવેલી છે, જ્યારે અન્ય બે પૂર્વ બાજુએ છે, એક ઉત્તર પૂર્વ FOB ડેક પર અને નવી બુકિંગ ઓફિસ દક્ષિણ FOB પર છે.

Mumbai Water Cut Year Long તળાવો છલકાયા છતાં મુંબઈમાં આખું વર્ષ પાણીકાપ? પ્રશાસનની ગૃહમાં આ ચોંકાવનારી જાહેરાત..
Sachin Vaze Bail Stay સચિન વાઝેની મુશ્કેલીઓ વધી જામીન મળ્યા છતાં જેલવાસ યથાવત, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો
Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Andheri Road Accident અંધેરીમાં પેટ્રોલ ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પરિણીતાનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
Exit mobile version