Site icon

શું મલાડના જંબો કોવિડ સેન્ટરમાં ફાયર એનઓસી નથી? મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા પછી ખળભળાટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Community

બુધવાર. 

મુંબઈના જંબો સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, છતાં તેના પરથી કોઈ બોધપાઠ નહીં લેતા મુંબઈ મનપાએ નવેસરથી બાંધેલા જંબો કોવિડ સેન્ટરમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી સિસ્ટમ બેસાડી ન હોવાની ચોંકાવનારી વિગત  બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA) અને સિડકો ના માધ્યમથી આ જંબો સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. અગાઉ મુલુંડ જંબો સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. છતાં મલાડમાં જંબો સેન્ટરના બાંધકામ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમ બેસાડવામાં આવી નથી. તેથી ફાયર એનઓસીના અભાવે આ સેન્ટર ચાલુ કરવામાં અડચણ આવી રહી છે. તેથી હવે રહી રહીને પાલિકા પ્રશાસન જાગી થઈ છે.

ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને MMRDA અને સિડકોના માધ્યમથી મલાડ અને કાંજુરમાર્ગમાં જંબો કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મલાડમાં બે હજાર બેડ સાથેનું કોવિડ સેન્ટર છે, જેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે જુલાઈ 2021માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સેન્ટરનું હસ્તાતરણ પાલિકાને કરવામાં આવ્યું હતું. પરંતુ આ સેન્ટર ચાલુ કરવા પહેલા આવશ્યકતા મુજબ ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટની આવશ્યકતા હતી. 

મુંબઈના રીક્ષા અને ટેક્સી ચાલકોની અજબ મનમાની. હવે ભાડું ન લેવા માટે આ કારણ આગળ ધરે છે. ટ્રાફિક પોલીસ પણ કાંઈ કરી શકતી નથી. જાણો વિગત
ફાયર સેફટીના અભાવને પગલે પાલિકાએ સેન્ટરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રો મેગ્નેટીક સેન્સર સિસ્ટમ બેસાડવાનો નિર્ણય લીધો છે. તેથી આગ જેવી દુર્ઘટના બને તો તુરંત એલાર્મ વાગીને યંત્રણા એલર્ટ થઈ શકે.  કોવિડ સેન્ટરમાં દાખલ થનારા દર્દીની સુરક્ષાના દષ્ટિકોણથી આ મશીન બેસાડવા આવવાનું છે. તે માટે 86 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version