Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!! પાર્કિંગ નહીં હોય તો નવી કારનું રજિસ્ટ્રેશન નહીં થાયઃ મુંબઈ પોલીસ કમિશનરે પાર્કિંગને કહી દીધી મોટી વાત… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના રસ્તા પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાનો તોડ કાઢવા માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે  “નો પાર્કિંગ નો કાર” ના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. એટલે કે જયાં સુધી પર્યાપ્ત પ્રમાણમાં પાર્કિંગ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી નવી કારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
પોલીસ કમિશનરના કહેવા મુજબ મુંબઈમાં ઓટો રિક્ષા અને ટેક્સી ખરીદવા પહેલા તેમને પાર્કિંગ માટે જગ્યા બતાવવાની હોય છે. પરંતુ ખાનગી કાર ખરીદનારાને એ બાબતે પૂછવામાં આવતું નથી. મુંબઈના રસ્તા પર દરરોજની નવી 600 કારનો ઉમેરો થાય છે. તેથી હવે તે બાબતે વિચાર કરવાનો સમય આવી ગયો છે.

Join Our WhatsApp Channel

પાર્કિંગ મુદ્દે કરેલા ટ્વિટમાં સંજય પાંડેય લખ્યું હતું કે “નો પાર્કિંગ નો કાર પોલિસી” અમલમાં લાવવાનો વિચાર છે. આ બાબતે કાર કંપનીઓ સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે. જયાં સુધી પાર્કિંગ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નવી કારના રજીસ્ટ્રેશન પર કરવા પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવા બાબતે કાર ઉત્પાદક કંપનીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવવાની છે.

 આ સમાચાર પણ વાંચો : કોના બાપની દિવાળી? જીમખાના, ક્લબ અને સ્પોર્ટ કોમ્પલેક્સમાં વિધાનસભ્યોને મળશે મેમ્બરશીપ.. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના રસ્તાઓને ટ્રાફિક મુક્ત કરવા માટે કમિશનર અનેક યોજનાઓ અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે હેઠળ થોડા દિવસ પહેલા જ  ખાર અને બાંદ્રામાં અમુક રસ્તા પર ઓડ-ઈવન પાર્કિંગની યોજનાને લાગુ કરવામાં આવી હતી. તેને મળેલી સફળતા બાદ હવે પૂર્વ અને મધ્ય મુંબઈના વિસ્તારમાં પણ આ યોજના અમલમાં લાવવાનો તો વિચાર કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

Cyber Fraud Free Movie Scam સોશિયલ મીડિયા પર ‘ફ્રી મૂવી ડાઉનલોડ’ લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું વિક્રોલીના રહીશે ગુમાવ્યા ₹૩.૬૬ લાખ
Gold Trader Fraud સોનાના વેપારી સાથે ₹૧.૬ કરોડની છેતરપિંડી એન્ટિક બંગડીઓ બનાવવા આપેલું સોનું લઈને કારીગર ફરાર, ભાયખલા પોલીસે નોંધ્યો ગુનો
MHADA Fake Officer Fraud મ્હાડાનો નકલી અધિકારી બની ₹૨૬ લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો, દિંડોશી પોલીસની મોટી કાર્યવાહી
Russian Beauty Honeytrap Scam સોશિયલ મીડિયા પર ‘રશિયન સુંદરી’ની માયાજાળ, કસ્ટમ ડ્યુટીના નામે ૫૬ વર્ષીય પ્રૌઢે ગુમાવ્યા ₹૭.૩૮ લાખ
Exit mobile version