News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે તમામ કોવિડ પ્રતિબંધક નિયંત્રણો હટાવી લીધા છે. એ સાથે જ લોકલ ટ્રેનમાં પ્રવાસને લઈને લાગુ કરવામાં આવેલા તમામ નિયંત્રણો પણ હટાવી લેવામાં આવ્યા છે. તેથી હવે લોકલ ટ્રેન તમામ વર્ગના લોકોને પ્રવાસ કરવાની છૂટ મળી ગઈ છે.
કોરોના કાળમાં લોકલ ટ્રેનમાં ફક્ત રસીકરણ થયેલા લોકોને જ પ્રવાસની છૂટ હતી. ટિકિટ અને પાસ મેળવવા માટે પણ રસીકરણનું સર્ટિફિકેટ અને યુનિવર્સલ પાસ દેખાડવું ફરજિયાત હતું. જોકે હવે સરકારે કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!!! નેશનલ પાર્કની નદીમાં તરવા ઉતરના યુવકનું ડુબીને મૃત્યુ થયું… જાણો વિગતે
તેથી મુંબઇ લોકલમાં પ્રવાસને લઈને રહેલા પ્રતિબંધો પણ હટી ગયા છે. તેથી મુંબઈના રેલવે સ્ટેશનો પરથી ટિકિટ વિન્ડો અને મોબાઈલ ઍપ પરથી કોઈ પણ શરત વિના ટિકટ મળી શકશે.
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ કોરોના સમયમાં રેલવે પરિસરમાં જવા-આવવાના દરવાજા, લિફ્ટ, એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ જે બંધ હતા. કર્મશિયલ ટિકિટ કાઉન્ટર, એટીવીએમ મશીન બધુ જ ફરી ખોલી દેવામાં આવશે. એ સાથે જ યુટીએસ મોબાઈલ એપમાંથી પણ યુનિવર્સલ પાસ નંબરની શરત હટાવી દેવામાં આવી છે. તેથી પ્રવાસીઓ હવે ઈ-ટિકિટ અને ઈ-પાસ પણ કાઢી શકશે.
