Site icon

હાશકારો.. ઓક્યુપન્સી સર્ટિફિકેટ વગરની ઈમારતોના રહેવાસીઓને BMCએ આપી આ રાહત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઓક્યુપન્સી સર્ટિફિકેટ(ઓસી) નહીં ધરાવતી ઈમારતો પાસેથી મુંબઈ મહાનગરપાલિકા પાણી માટે બમણો દર વસૂલે છે. મુંબઈમાં આવી અસંખ્ય ઈમારતો છે, જેની પાસે ઓસી નથી. જોકે ટૂંક સમયમાં જ હવે ઓસી નહીં ધરાવતી ઈમારતોને પણ કાયદેસર રીતે પાણી મળશે. એટલે કે તેમને પણ પાણી માટે સામાન્ય દર જ ચૂકવવા પડશે.

Join Our WhatsApp Community

પાણી નાગરિકોને મૂળભૂત અધિકાર છે અને ગેરકાયદે બાંધકામની સાથે તેને જોડી શકાય નહીં એ માન્ય રાખીને પાલિકાએ બધા માટે પાણી ધોરણ (વોટર પોલિસી) તૈયાર કર્યું છે, જેને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મંજૂરી આપી છે.

“માગે એને પાણી પાણી આપો” એવો આદેશ હાઈકોર્ટે થોડા સમય અગાઉ પાલિકાને આપ્યો હતો. ત્યાર બાદ પાલિકાએ વર્ષ 2000 પછીના ઝૂંપડાઓને પાણી આપવા માટે ધોરણ તૈયાર કર્યું હતું. હવે પાલિકા તેનાથી પણ આગળ જઈને વ્યાપક રીતે બધા માટે પાણી ધોરણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર!!! આખરે લોકલ ટ્રેનમાં તમામ મુંબઈગરાને પ્રવાસની છૂટ, સરકારે હટાવ્યા તમામ નિયંત્રણો.જાણો વિગતે

ભાજપના ભૂતપૂર્વ નગરસેવકે 11 જુલાઈ 2017માં પાલિકા સભાગૃહમાં ઓસી નહીં ધરાવતી ઈમારતના રહેવાસીઓ પાસેથી બમણો વેરો લેવાને બદલે માનવતાના ધોરણે સામાન્ય દરે વસૂલવાનો પ્રસ્તાવ મૂકયો હતો, જે બહુમતીએ મંજૂર થયો હતો. કમિશનરે પણ તેને માન્ય રાખી બધા માટે પાણીનું ધોરણ તૈયાર કર્યું હતું. તે મુજબ વર્ષ 2022-23ના બજેટમાં તે અમલ કરવા કહ્યું હતું.  

આ પોલિસીને અમલમાં મૂકવા પર કામ ચાલી રહ્યું છે. બહુ જલદી તેને લાગુ કરવામાં આવશે. તેથી બિલ્ડરની ભૂલને કારણે ઓસી વગરના ઈમારતના રહેવાસીઓ પાણી માટે હવે સામાન્ય દર જ ચૂકવવા પડશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version