Site icon

વાહ! કાંદીવલીથી ગોરાઈ માત્ર 36 મિનિટમાં પહોંચી જવાશેઃ MMRDA એ બનાવી આ યોજના, ખર્ચશે 568 કરોડ રૂપિયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

સોમવાર.

 

મુંબઈને ગોરાઈથી જોડતો સીધો રસ્તા નથી. ગોરાઈ જવા બોરીવલી બોટનો અથવા બાયરોડ ભાયંદરથી જવું પડે છે. તેમાં ખાસ્સો સમય નીકળી જતો હોય છે. હવે જોકે કાંદીવલી(વેસ્ટ)ના મહાવીર નગરથી ગોરાઈ માત્ર 36 મિનિટમાં પહોંચી જવાશે. 
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA )મહાવીર નગર મેટ્રો સ્ટેશનથી ગોરાઈ પેગોડા સુધીનો 7.2 કિલોમીટર લંબાઈનો રોપ વે બનાવવાની યોજના બનાવી છે. તેની પાછળ અધધધ કહેવાય તેમ 568 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

MMRDA આ પ્રોજેકેટ્નું કામ જાન્યુઆરી 2023માં ચાલુ કરીને 2025 સુધીમાં પૂર્ણ કરવા માંગે છે.  તે માટે કોન્ટ્રેક્ટરને નીમવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કાંદીવલીના મહાવીર નગરથી ગોરાઈ પહોંચવા માટે લગભગ દોઢ કલાકનો સમય લાગે છે. જો એક વખત રોપ વે બની જશે તો આ જ અંતર માત્ર 36 મિનિટમાં પાર થઈ જશે. રોપ વેમાં એક કિલોમીટરનું અંતર બે મિનિટમાં કાપી શકાય છે. 

 

હવે BMCએ આ કારણથી આપી સોનુ સુદને નોટિસ ફટકારી આપી ચેતવણી. જાણો વિગત

રોપ વેમાં સીતારામ મંદિર ચોક, ચારકોપ માર્કેટ, ચારકોપ આઈટોક, ટર્જન પોઈન્ટ, પૈગોડા, ગોરાઈ મિડલ સ્ટેશન અને ગોરાઈ ગાવ જેવા સ્ટેશન હશે.

રોપ વેનો કોન્ટ્રેક્ટર ડિઝાઇન, ફાઈનાન્સ અને બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરના આધારે અપાશે.

Exit mobile version