ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
શિવસેનાના એક સમયના ટોચના કહેવાતા નેતા રામદાસ કદમને પક્ષમાં દિવસેને દિવસે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ રહ્યું હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ વિરુદ્ધ રામદાસ કદમની વાયરલ થયેલી ઓડિયો ક્લીપ હવે તેમના માટે ગળાનો ફંદો બની ગયો છે. વિધાન પરિષદનું પદ ગયા બાદ તેમને ભારે વિનંતી બાદ પણ તેમને ટિકિટ આપવામાં આવી આવી નહોતી. હવે શિવસેના તેમને વધુ એક ઝટકો આપ્યો છે.
મુખ્ય મંત્રી અને શિવસેના પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નિર્દેશ પર રત્નાગિરી જિલ્લામાં રામદાસ કદમ અને તેમના વિધાનસભ્ય પુત્ર યોગેશ કદમના સમર્થક પદાધિકારીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. એ સાથે જ શિવસેનાએ રત્નાગિરી જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે જોડાણ કરીને સ્થાનિક ચૂંટણીઓ લડવાની તૈયારી કરી છે. એ સંદર્ભમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુનીલ તટકરે અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા પણ થઈ હોવાનું કહેવાય છે.
હાશ… છુટકારો થયો. મુંબઈમાં ` ઓલ ઈઝ વેલ`. ઓમીક્રોનના 14માંથી 13 દરદીઓ ડીસ્ચાર્જ થયા. જાણો વિગત
મહાવિકાસ આઘાડી સરકારમાં સમાવેશ નહીં કરવાને કારણે શિવસેનાના નેતા રામદાસ કદમ નારાજ હતા. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબના વિરુદ્ધ તેમની એક વિડિયો કલીપ વાયરલ થયા બાદ તેઓ પક્ષની નજરમાં આવી ગયા હતા. ઓડિયો ક્લીપને લઈને તેમણે સ્પષ્ટતા આપી હતી, છતાં વિધાનપરિષદમાં તેમનું પત્તુ કાપીને વરલીના સુનીલ શિંદેને ઉમેદવારી આપવામાં આવી હતી અને હવે રત્નાગિરીમાં તેમના
સમર્થકોને કાર્યકરણીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામા આવ્યો છે.