News Continuous Bureau | Mumbai
બે વર્ષ બાદ મુંબઈમા ધૂમધામથી દહીંહાંડીની ઉજવણી(Dahinhandi celebration) કરવામાં આવે છે. જોકે આ ઊજવણી દરમિયાન મુંબઈના ગોવિંદાઓ(Govindas) સહિત મુંબઈગરાએ મોટા પ્રમાણમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન(Violation of traffic regulations) કર્યું હતું. મુંબઈ પોલીસે(Mumbai Police) સ્પેશિયલ ડ્રાઈવ(Special drive) હેઠળ 6,000 વાહનચાલકોના (motorists) ચલાન કાપ્યા હતા.
ટ્રાફિક પોલીસના કહેવા મુજબ મોટાભાગના એટલે કે લગભગ 4,800 ચલાન તો ફક્ત વિધાઉટ હેલમેટ (Without a helmet) બાઈક ચલાવનારાઓ ચલાન કાપ્યા હતા. 580 મોટરિસ્ટોને રોંગ સાઈડમાં(Motorists on the wrong side) ડ્રાઈવ કરવા બદલ દંડવામાં આવ્યા હતા. 531 લોકોને બાઈક પર ટ્રીપલ સીટ અને 223 લોકોને ઓવર લોડિંગ(Over loading) એટલે કે પરમીશન કરતા વધુ લોકોને વાહન પર બેસાડવા માટે દંડવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ, કરાયા આ હોસ્ટિપલમાં દાખલ
ટ્રાફિક પોલીસે(Traffic Police) શુક્રવારે મોટી સંખ્યામાં પોલીસને રસ્તા પર ઊતારી હતી. મોટાભાગના ચલાન હેલ્મેટ વગરના લોકોના હતા. તેમાં પણ દાદર ચોકીમાં 369 લોકોના ચલાન કાપ્યા હતા. તો મુંબઈમાં વેસ્ટર્ન સર્બબમાં(Western Serb) હેલ્મેટ વગરના સૌથી વધુ 163 કેસ નોંધાયા હતા. મુલુંડમાં સૌથી વધુ રોંગ સાઈડ ડ્રાઈવીંગ કરવાના 63 કેસ નોંધાયા હતા. વડાલા ચોકીમા સૌથી વધુ 78 ટ્રીપલ સીટના કેસ નોંધાયા હતા. જયારે દેવનારમાં સૌથી વધુ પેસેન્જર ઓવરલોડિંગ 30 કેસ નોંધાયા હતા.
