ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
નવી મુંબઈ ખાતે આવેલા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં હવે કાંદાના ભાવ નીચે જઈ રહ્યા છે. જેનુ પ્રમુખ કારણ એમ છે કે ઇરાનથી 20 ટનની ક્ષમતા વાળા 60 કન્ટેનર એક પછી એક આવી રહ્યા છે. આ તમામ કન્ટેનરોમાં કુલ મળીને 4800 ટન કાંદા છે. આ નવા કાંદાની આવક થતાની સાથે જ કાંદાના ભાવ ઘટવા માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે નીચી ગુણવત્તાવાળા કાંદા 3 રૂપિયે કિલો જ્યારે કે સૌથી સારી ગુણવત્તાવાળા કાંદા 30 રૂપિયા કિલો પ્રમાણે વેચાયા હતા. આમ આવનાર દિવસોમાં હવે કાંદાના ભાવ ઘટશે.