ન્યુઝ કન્ટિન્યુઝ
23 ઑગસ્ટ, 2021
સોમવાર
ગણેશોત્સવનો તહેવાર નજીક છે, પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ફિક્કી રહેશે એવું જણાય છે. મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે. જોકે અત્યાર સુધી ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા માત્ર 989 મંડળોએ જ અરજી કરી છે. એમાંથી 74 અરજી તો અપૂરતા દસ્તાવેજોને કારણે ફગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 200 મંડળોને જ મંજૂરી મળી છે.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા
ગયા વર્ષે કોરોનાને પગલે અનેક મોટાં સાર્વજનિક મંડળોએ ગણેશોત્સવની ઉજવણી રદ કરી હતી. અમુક મંડળોએ સાદાઈથી ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાનું જોખમ માથે હોવાથી સાદાઈથી જ તહેવાર ઊજવવાની અપીલ સરકારે કરી છે. અમાં પાછું કોરોનાને પગલે ગણેશ મંડળોને અપેક્ષા મુજબનું ડોનેશન પણ નથી મળી રહ્યું. એની અસર ગણેશોત્સવની ઉજવણીમાં જોવા મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 12,000 જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો છે. એની સામે ગયા વર્ષે માત્ર 6,443 મંડળોને મંજૂરી મળી હતી.
