Site icon

અરે વાહ! મુલુંડમાં વાંચનના શોખીનો માટે 24 કલાક ખુલ્લી રહેતી અનોખી નિઃશુલ્ક લાઈબ્રેરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

બુધવાર. 

 વાંચનના શોખીનોને ગમે ત્યા મનગમતા પુસ્તકો મળી જાય તો વાંચવા બેસી જતો હોય છે. મુંબઈના મિની કચ્છ કહેવાતા મુલુંડમાં હાલ પુસ્તક પ્રેમીઓ તેમના માટે આવું જ કંઈ બન્યું છે. મુલુંડ(ઈસ્ટ)માં ફૂટપાથ પર 24 કલાક ખુલ્લી રહેતી નિશુલ્ક લાઈબ્રેરી છે, જેમાં પુસ્તક પ્રેમીઓ તેમના મનગમતા પુસ્તકોને નિઃશુલ્ક વાંચવાનો ફાયદો  ઉઠાવી રહ્યા છે. 

મુલુંડ(ઈસ્ટ)માં ખંડોબા મંદિર ચોક પાસે અમુક સ્થાનિક સિનિયર સિટિઝન અને સોશિયલ વર્કરો દ્વારા આ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જુદા જુદા વિષય પર આધારિત અહીં 2,000થી વધુ પુસ્તકો છે. મોટાભાગના પુસ્તકો જયેષ્ઠ નાગરિકો પાસેથી જ ડોનેશન રૂપે મળ્યા છે.

ફૂટપાથ પર રહેલી આ લાઈબ્રેરી અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક ખુલ્લી રહેતી હોય છે. આ લાઈબ્રેરીના ના કોઈ દરવાજો છે ના કોઈ બારી. ફૂટપાથ પર ફકત એક છતની નીચે આ લાઈબ્રેરી ચાલી રહી છે.  લાઈબ્રેરી પર નજર રાખવા માટે કોઈ વોચમેન સુદ્ધા રાખવામાં આવ્યો નથી. અહીં ફક્ત એક રજિસ્ટર રાખવામાં આવ્યું છે, જેમાં પુસ્તક લેનારા તેની નોંધ રાખવાની હોય છે. લોકો પુસ્તક વાંચવા લઈ જતા હોય છે અને તેના પાછા પણ મૂકી જતા હોય છે.

કોવિડની સેલ્ફ ટેસ્ટ કીટ પર શું પ્રતિબંધ આવશે? શું કહેવું છે. મુંબઈ મનપાનું, જાણો અહીં વિગત

આ ઓપન લાયબ્રેરી શરૂ કરવા પાછળ અનેક સ્થાનિક સિનિયર સિટિઝનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અહીં તદ્દન નિશુલ્ક પુસ્તક વાંચવા મળે છે. અમુક અવરચંડા લોકો પુસ્તક ચોરી જતા હોય છે. જોકે લાઈબ્રેરીમાં પુસ્તકોનું દાન કરનાર સિનિયર સિટિઝનનોના કહેવા મુજબ આ લાઈબ્રેરી ચાલુ કરવાનો હેતુ લોકોને વાંચતા કરવાનો છે. તેથી કોઈ પુસ્તક લઈ જઈને પાછું ન મુકી જાય તો પણ તેની સામે કંઈ વાંધો નથી.

લાઈબ્રેરીની નજીક એક કોલેજ હોવાથી તેમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ સુદ્ધા આવતા જતા અહીંથી પુસ્તકો વાંચવા માટે લઈ જતા હોય છે.

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version