Site icon

નવી મુંબઈના ભાજપના આ દિગ્ગજ નેતા ગમે ત્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે, તેમને શોધી કાઢવા પોલીસની ટીમ રવાના.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

નવી મુંબઈ(Navi Mumbai)ના ભાજપ(BJP)ના દિગ્ગજ નેતા અને ઐરોલીના ધારાસભ્ય (Airoli MLA) ગણેશ નાઈક(Ganesh Naik)ની પોલીસ ગમે તે ક્ષણે ધરપકડ કરે તેવી શક્યતા છે. નવી મુંબઈ(Navi Mumbai)ના નેરુલ પોલીસ સ્ટેશન (Nerul Police station)માં તેમની સામે બળાત્કારનો કેસ(Rape case) નોંધાયા બાદ પોલીસ ગણેશ નાઈક(Ganesh Naik)ને શોધી રહી હોવાનું જાણવા મળ્યું  છે.

Join Our WhatsApp Community

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગણેશ નાઈક(Ganesh Naik)ની ધરપકડ કરવા માટે નવી મુંબઈ પોલીસ(Navi Mumbai Police team)ની વિવિધ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. પોલીસ નાઈકને કોપરખૈરણે(Koperkhairne)માં તેના ઘર અને ઓફિસ તેમજ મુરબાડમાં ફાર્મ હાઉસમાં(Farm House) શોધી રહી છે. તેથી ગમે ત્યારે તેઓ પોલીસને હાથે લાગશે એવુ માનવામાં આવે છે.

બળાત્કારનો કેસ નોંધાયાના ચાર દિવસ પછી પણ ગણેશ નાઈક(Ganesh Naik)ની ધરપકડ કરવામાં આવી નથી. તેથી ધારાસભ્ય નાઈક(MLA Ganesh Naik)ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ શિવસેના (Shiv sena)અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : હાશ!!! આખરે બસમાં ટિકિટ માટે છૂટા પૈસાની રકઝકથી મળશે છુટકારો, બેસ્ટે કરી આ નવી સિસ્ટમ લોન્ચ… જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે એક મહિલાએ નેરુલ પોલીસ સ્ટેશન(Nerul Police station)માં ગણેશ નાઈક (Ganesh Naik) વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના આરોપ મુજબ નાઈકે તેની સાથે મિત્રતા કરી હતી. ત્યાર બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પુત્રને નામ આપવાનું વચન આપ્યા બાદ ફરી ગયા હતા. પુત્રનો અમેરિકામાં જન્મ થયા બાદ પંદર વર્ષથી પુત્રને નામ આપવાની માગણી ગણેશ નાઈક પાસે કરી હતી. ત્યારે પુત્રને નામ આપવાને બદલે ગણેશ નાઈકે તેને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version