ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
સાર્વજનિક સ્થળે તથા બિલ્ડિંગના પરિસરમાં ગરબા રમવા પર પ્રતિંબધ મૂકી દેવામાં આવ્યો છે, પણ બિલ્ડિંગની ટેરેસ પર ગરબા રમ્યા તો કોઈને ખબર નહીં પડે એવા ભ્રમમાં નહીં રહેતા. થાણે પોલીસ બિલ્ડિંગની ટેરેસ પર નજર રાખવા માટે ડ્રૉનનો ઉપયોગ કરવાની છે.
આવતી કાલથી નોરતાં ચાલુ થઈ રહ્યાં છે. સરકારે કોરોનાને પગલે સાદાઈપૂર્વક નવરાત્રીના ઉત્સવની ઉજવણીને લગતી ગાઇડલાઇન બહાર પાડી છે. એ મુજબ મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રીમાં ગરબા-દાંડિયા રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. છતાં અમુક હાઉસિંગ સોસાયટીઓ પોતાની ઇમારતના ટેરેસ પર ગરબાનું આયોજન કરતી હોય છે. એથી છૂપી રીતે બિલ્ડિંગમાં ગરબા-દાંડિયાનું આયોજન કરનારા પર પોલીસે ડ્રૉનથી નજર રાખવાની છે. થાણે પોલીસે પોતાની હદમાં આવતી હાઉંસિગ સોસાયટીમાં કોઈ ચોરીછૂપી રીતે ગરબા રમે નહીં એ માટે આ પગલું લીધું હોવાનું છે.
વસૂલી કરનાર માર્શલ વિરૂધ પાલિકા ‘કથિતપણે’ કડક બનશે જાણો વિગત
મુંબઈ પોલીસે તો હજી સુધી ડ્રૉનથી નજર રાખવા બાબતે કોઈ જાહેરાત નથી કરી. જોકે કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં એ માટે નવરાત્રી દરમિયાન તમામ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રહેવાનો છે. તેમ જ એક જગ્યાએ પાંચથી વધુ લોકોને જમા થવા પર પ્રતિંબધ રહેશે. પોલીસે જમાવબંધીનો આદેશ બહાર પાડ્યો છે.
