News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષમાં ઉદ્યોગધંધાને ભારે પરિણામ થયા હતા. હવે જોકે કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. ત્યારે અન્ય ક્ષેત્રની સાથે જ બાંધકામ ક્ષેત્રમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. મુંબઈમાં માર્ચ, 2022માં 15,717 ઘરનું વેચાણ થયું છે, તેમાંથી સરકારને થનારી આવકમાં 51 ટકાએ વધારો થયો છે.
રાજ્યના મહેસુલમાં 1,084 કરોડ કરતા વધુ રકમ જમા થઈ હોવાનું નાઈટ ફ્રેંક ઈન્ડિયા આ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ પોતાના અહેવાલમાં માહિતી આપી છે.
માર્ચના અંત સુધીમાં મુંબઈમાં રજીસ્ટર્ડ થયેલા ઘરની સંખ્યા છેલ્લા એક દાયકામાં ત્રીજા સ્થાને રહી છે. એક મહિનામાં જ રાજ્યની મહેસુલ છેલ્લા દસ વર્ષમાં સૌથી ઊંચા સ્થાને નોંધાઈ છે.
આ સમાચાર પણ વાંચો : રેતી માફિયાઓમાં ફફડાટ.. મુંબ્રામાં માફિયાઓ સામે આકરી કાર્યવાહી.. જાણો વિગતે
માર્ચ 2022માં મધ્યમ આકારના ઘર એટલે કે 500થી 1000 ચોરસ ફૂટના ઘર વધુ વેચાયા છે. મુંબઈમાં માર્ચ 2022 ત્રીજા નંબરે સૌથી વધુ ઘર વેચાયા છે. આ પહેલા ડિસેમ્બર 2020માં અને માર્ચ 2021માં અનુક્રમે 19,581 અને 17,728 ઘર વેચાયા હતા. માર્ચ 2022માં ફેબ્રુઆરી 2022ની સરખામણીમાં મિલકતની નોંધણીમાં 51 ટકાનો વધારો નોંધાયો છે. માર્ચ 2021ની સરખામણીમાં આ રજિસ્ટ્રેશન 11 ટકા ઓછું હતું.
મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, નાશિક અને નાગપુર આ શહેરમાં પહેલી એપ્રિલ 2022થી લાગુ થનારા એક ટકા મેટ્રો સેસને કારણે માર્ચ 2022માં ઘર વેચાણમાં થોડો વધારો થયો હોવાનું કહેવાય છે.
મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રોપર્ટીનું વેચાણ વધ્યું હતું. પહેલીથી 15 માર્ચ 2022 દરમિયાન 415 તો છેલ્લા પખવાડિયામાં 519 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું.
