Site icon News Continuous Bureau | Mumbai

ફલેટનો કબજો આપવામાં વિલંબ કરનારી દેશની આ ટોચની કંપની સામે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદોઃ ફ્લેટ ખરીદનારાને આપવું પડશે રીફન્ડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 29 નવેમ્બર  2021    
સોમવાર.

હાઈ કોર્ટે આપેલા આદેશ સામે અપીલ કરવા માટે દેશની ટોચની ગણાતી ટેક્સટાઈલ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં રહેલી કંપનીએ કરેલી સ્પેશિયલ લીવ પીટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એ સાથે જ વડાલામાં તેણે બાંધેલી બિલ્ડિંગમાં ફલેટનું પઝેશન આપવામાં વિલંબ કરવા બદલ ગ્રાહકને રિફન્ડ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ કંપનીએ વડાલામાં અલ્ટ્રા લક્ઝરીય ટાવર બાંધ્યા હતા, આ પ્રકરણમાં તેમને પીછેહઠ કરવી પડી છે. 2012-13માં ગ્રાહકે ફલેટ બુક કર્યો હતો. પરંતુ તેની પઝેશન તેને 2017માં મળ્યું હતું. તેથી તેણે મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટમાં ફરિયાદ કરી હતી. જ્યાં  ગ્રાહકે બિલ્ડર દ્વારા કહેવામાં આવેલી અનેક સુવિધાઓ ઘટાડી નાખવામાં આવી હોવાની પણ ફરિયાદ કરી હતી. આ દરિમયાન બાંધકામ કરનારી કંપનીએ કહ્યું હતું કે તેમના દ્વારા પ્રોજેક્ટમા તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. બંને પક્ષોની દલીલ અને સાંભળ્યા બાદ તપાસ બાદ ટ્રીબ્યુલનલે  રીફન્ડ ચૂકવવાનો ઓર્ડર આપ્યો હતો. જેને કંપનીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.  30 ઓગસ્ટના બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં ટ્રીબ્યુનલ ચુકાદાને તેણે માન્ય રાખ્યું હતું. તેથી કંપનીએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે પણ અગાઉને આદેશને માન્ય રાખ્યો હતો.

 

માસ્ક વગર ફરનારાઓનું આવી બનશેઃ મુંબઈ મનપા ફરી એલર્ટ મોડમાં, 39 લાખ લોકો પાસેથી વસૂલ્યો આટલા કરોડનો દંડ. જાણો વિગત

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version