News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના દિવસે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદ પર વાગતા ભુંગળા સામે હનુમાન ચાલીસા લગાડવાનાની વિવાદાસ્પદ વાત કરી હતી, તેના હવે ધીમે ધીમે પ્રત્યાઘાત આવી રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું હતું કે જેઓ મંદિરમાં હનુમાન ચાલીસા વાંચતા હશે તેમને ઠંડા પીણા મોકલવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર વગાડવામાં આવતી અઝાનને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ, MNS વડા રાજ ઠાકરેએ જો મસ્જિદોમાંથી અઝાન બંધ ન કરવામાં આવે તો લાઉડ સ્પીકર લગાવવાની અને ડબલ વોલ્યુમમાં હનુમાન ચાલીસા વગાડવાની વાત કરી છે. તો ભાજપના મોહિત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા માટે મફત લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે હવે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુંબઈના કોલાબામાં એક જ્યુસની દુકાનની સામે એક પોસ્ટર લગાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે મુંબઈની નવી મેટ્રોમાં સાયકલ લઈ જવાની પણ વ્યવસ્થા છે? જુઓ ફોટોગ્રાફ
અબુ આઝમી દ્વારા મુકવામાં આવેલ પોસ્ટરમાં હિન્દુ સંતો અને મહંતોની તસવીર જોવા મળે છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તેમના પૂજા સ્થાન પર હનુમાન ચાલીસાનો પાઠ કરતા હિન્દુ ભાઈઓ અને બહેનોને તેઓ ઠંડા પીણા, શરબત, પાણી મોકલશે. સંપર્ક કરવા માટે પક્ષનો ઈમેલ આઈડી પણ હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યો છે.
