News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray bungalow Matoshree)ના બંગલા બહાર આજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) કરવાની જાહેરાત અમરાવતીની સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવી રાણા(MLA Ravi Rana)એ કરી છે. તે ઈરાદે મુંબઈ(Mumbai) આવી પહોંચેલુ રાણા દંપતી તેના ખારના નિવાસસ્થાન(Khar Home)થી બહાર નીકળે નહીં તે માટે શિવસૈનિકો(Shiv sena protest)એ શુક્રવાર રાતથી તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં અંડિગો જમાવીને બેસી ગયા છે. ત્યારે કોઈ પણ હિસાબે હનુમાન ચાલીસા(Hanuman Chalisa) કરીને જ રહેશે એવી જાહેરાત નવનીત રાણા(Navneet Rana)એ કરી છે.
પોલીસે(Mumbai Police) સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાણા દંપતીના ઘરની બિલ્ડિંગ નજીક કોઈ જાય નહીં તે માટે બેરીકેટ્સ લગાવીને રસ્તો બંધ કરી દીધો હતો. છતાં ઉશ્કેરાયેલા શિવસૈનિકો બેરીકેટ્સની ઉપર ચઢીને બિલ્ડિંગની બહાર પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં શિવસૈનિકો જમા થઈ ગયા છે અને જોરદાર નારાબાજી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઘરની બહાર શિવસૈનિકો ભેગા થઈ ગયા હોવાથી રાણા દંપત્તિ કેવી રીતે ઘરની બહાર નીકળીને બાંદ્રામાં મુખ્ય પ્રધાનના બંગલા માતોશ્રીમાં પહોંચે છે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
આ સમાચાર પણ વાંચો : વાહ !!! મુંબઈનો કયો રસ્તો ટ્રાફિક માટે બંધ છે તેની જાણ હવે ‘ગૂગલ મૅપ’ પર મળશે.
મુંબઈ પોલીસે(Mumbai Police) પહેલા તેમને કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લેવા માટે 149ની નોટિસ બજાવી છે. આ દરમિયાન શિવસૈનિકોના ઉગ્ર પ્રર્દશન બાદ પણ નવનીત રાણાએ તે કોઈ પણ હિસાબે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા કરીને જ રહેશે એવો હુંકાર કર્યો છે. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે સહન કરવામાં આવશે નહીં એવું પણ તેણે કહ્યું હતું.
