Site icon

મુંબઈમાં BMC નો 100 ટકા નાળાસફાઈનો પોકળ દાવો -જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ચોમાસુ(Monsoon) નજીક છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) 31 મે સુધીમાં મુંબઈમાં 101 ટકા નાળાસફાઈ(Sewer cleaning) થઈ ગયો હોવાનો દાવો કર્યો છે. પરંતુ મુંબઈના અનેક ઠેકાણે હજી પણ ગટરો અને નાળાઓ કચરાથી ભરાયેલા જણાય છે. તાજેતરમાં ભાંડુપ(bhandup) એસ વોર્ડમાં મોટા નાળામાં કચરો સાફ કર્યા વગરનો એમ જ હોવાનું એક વિડિયોમાં જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Community

સ્થાનિક રહેવાસીએ સોશિયલ મીડિયા (Social media) ટ્વીટર (Twitter)પર એક વીડિયો શેર કર્યો છે. તે વિડિયો એસ વોર્ડના મોટા નાળાનો છે, જેમાં નાળુ કચરાથી હજી પણ ભરેલું જણાય છે. રહેવાસીએ મંગળવારે આ વિડિયો ટ્વીટર પર શેર કરીને પાલિકાને તેની ફરિયાદ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : તમારા સપનાનું ઘર સસ્તું થઈ શકે છે-બાંધકામ માટેના રો મટિરિયલના ભાવમાં થયો મોટો ઘટાડો-જાણો વિગતે

દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા તમામ નાળા સાફ કરી દેવાના દાવા કરતી હોય છે. તે મુજબ આ વર્ષે પણ 31 મેની મુદત પહેલા નાળા સફાઈ થઈ ગયા હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. જોકે હજુ પણ અનેક ગટરો અને નાળા સાફ થયા નથી તેની ફરિયાદ સ્થાનિક નાગરિકોની સાથે જ ભૂતપૂર્વ નગરસેવકો પણ કરી રહ્યા છે. તેથી આ વર્ષે પણ પહેલા વરસાદમાં પાલિકાની તમામ પોલ ખુલી જવાની ભારોભાર શક્યતા છે.
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version