News Continuous Bureau | Mumbai
જનજાગૃતિ લાવવા માટે લોકમાન્ય ટિળકે(Lokmanya Tilak) સાર્વજનિક ગણશોત્સવની(Public Ganesha Festival) શરૂઆત કરી હતી. આજે પણ ગણેશોત્સવના તહેવારને(Ganeshotsava festival) સામાજિક જાગરૂકતા(Social awareness) ફેલાવવા માટેનો એક મંચ માનવામાં આવે છે. કલ્યાણમાં(Kalyan) એક સાર્વજનિક ગણેશમંડળે(Public Ganesha Mandal), તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઘડાઈ ગયેલા રાજકીય પરિવર્તનને (Political change) લઈને શિંદે-ભાજપ સરકારની(Shinde-BJP Govt) ટીકા કરનારું ડેકોરેશન કર્યું હતું. જોકે પોલીસે રાજકીય તણાવ (Political tension) રોકવા ગણેશ મંડળ સામે કાર્યવાહી કરી હતી.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કલ્યાણમાં વિજય તરુણ મંડળ(Vijay Tarun Mandal) નામના ગણેશ મંડળે પોતાના મંડપમાં ડેકોરેશમાં “મેં શિવસેના પક્ષ બોલ રહા હું“ નામની એક શોર્ટ ફિલ્મનું ડેકોરેશન(Short film decoration) કર્યું હતું. આ શો વફાદારી અને દેશદ્રોહીઓની(Loyalists and traitors) પીટાઈ પર આધારિત હતું. ગણપતિના દર્શન બાદ એક નાની ફિલ્મ બતાવવામાં આવવાની હતી, જે શિવસેના સાથે છેડો ફાડી એકનાથ શિંદે સાથે જોડાઈ જનારા અને પક્ષ સામે બળવો કરવાને લગતી ફિલ્મ હતી. પરંતુ ગણેશોત્સવના આરંભ પહેલા જ પોલીસને જાણ થતા સમાજમાં કોઈ જાતનો તણાવ નિર્માણ થાય નહીં તે માટે પોલીસે આ શોર્ટ ફિલ્મને લગતી તમામ સામગ્રી જપ્ત કરી લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : જન જાગૃતિ માટે અનોખો પ્રયોગ- ગણેશોત્સવ નિમિત્તે મુંબઈની વિલે પાર્લે પોલીસે બનાવ્યું યુનિક ગીત- શું તમે સાંભળ્યું
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પોલીસની આ કાર્યવાહી સામે 51 વર્ષ જૂના આ ગણેશ મંડળે મહાઆરતી કરી હતી અને શિંદે-ભાજપ સરકારની ટીકા કરી હતી.
