Site icon

નવરાત્રીના અવસરે મુંબઈવાસીઓ માટે BESTની ઝક્કાસ ઓફર- માત્ર 19 રૂપિયામાં આટલી બસ ટ્રીપનો મળશે લાભ

News Continuous Bureau | Mumbai

નવરાત્રીના(Navratri) પાવન અવસરે BEST મુંબઈગરા માટે સ્પેશિયલ ઓફર(Special offer) લઈને આવ્યું છે. ડિજિટલ ટ્રાવેલને(Digital Travel) પ્રોત્સાહન આપવા માટે, બેસ્ટ વહીવટીતંત્ર(Best administration) નવરાત્રીના તહેવાર દરમિયાન એક ખાસ ઑફર લાવવામાં આવી  છે, જેમાં માત્ર 19 રૂપિયાની ટિકિટમાં(BUS Ticket) નવરાત્રી દરમિયાન બસની 10 ટ્રીપનો લાભ મળશે.

Join Our WhatsApp Community

આ ઓફરનો લાભ લેવા માટે મુંબઈગરાએ જોકે બેસ્ટની “ચલો એપ”(Chalo App) ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલમાં એપ્લિકેશન(application) ડાઉનલોડ કર્યા બાદ તેમાં  બસ પાસ વિભાગમાં ઑફર્સ શોધો. તેમાં દશેરા ઓફર પસંદ કરો. તમારી વિગતો અહીં દાખલ કરો અને રૂ.19ની ઓનલાઇન ચુકવણી કરો. તમે બસમાં ચડ્યા પછી,સ્ટાર્ટ ટ્રિપ ઓન કરો બટન દબાવો. ત્યાર બાદ ટિકિટ મશીન પર તમારા ફોનને ટેપ કરો. મશીન પર ચેક થયા બાદ  તમને એપ્લિકેશન પર જ પ્રવાસની  ડિજિટલ રસીદ(Digital receipt) મળશે. આ સમગ્ર વ્યવહાર કેશલેસ અને પેપરલેસ છે.

આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા પર થયો વિચિત્ર અકસ્માત – ડમ્પરે એક સાથે 10 થી 12 વાહનોને લીધા અડફેટે- ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જુઓ વીડિયો

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version