Site icon

આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર(Maharashtra)માં હરખભેર આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના વિવિધ નાની-મોટી સરકારી-બીન સરકારી ઇમારતો, રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ સાથે જ મુંબઈ(Mumbai)ને પાણી પુરવઠો પૂરો પાડનારા મધ્ય વૈતરણા(Middle vaitarna) બંધ રાષ્ટ્રધ્વજના ત્રિરંગી લાઈટિંગ(Tricolour) કરી શણગારવામાં આવ્યો છે. જેની ત્રિરંગી રોશની થકી જાણે સમગ્ર પાણી તિરંગામય બન્યું હોય તેવો આભાસ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.. 

 

 આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

Exit mobile version