Site icon News Continuous Bureau | Mumbai

ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના ની સારવાર સાથે જોડાયેલા લોકોએ ઉપકરણોનો નિકાલ કઈ રીતે કરવો તે સંદર્ભે એક ગાઈડ લાઈન આપવામાં આવેલ છે. આ ગાઇડલાઇન આપવા પાછળનો હેતુ એ છે કે દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને કારણે જે જે વિષાણુ સરફેસ પર ચોંટ્યા હોય તેને કારણે બીજા લોકોને ચેપ ન લાગે.

જોકે કાંદિવલી પશ્ચિમ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દાહણુકરવાડી ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કર્યા બાદ અંતિમવિધિ સાથે જોડાયેલા લોકો પીપીઇ કીટ સહિતની અન્ય વસ્તુઓ સિધી પોઇસર નદી માં ઠાલવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ સંદર્ભે પ્રશાસન એ પગલાં લીધા છે અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

જોકે સરકારના બધા પગલા ત્યારે લેવાયા છે જ્યારે લોકોએ ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો.

Mumbai Biker Killed સપનાં અધૂરા રહી ગયા.. બાઇક રાઇડિંગ પર નીકળેલી કાંદિવલીની ૨૪ વર્ષીય યુવતીનું છત્તીસગઢમાં અકસ્માતમાં મોત.
Mumbai Lake Levels મુંબઈ પર મેઘરાજા મહેરબાન, જળસરોવરોમાં પાણીનો જથ્થો ૧૩ લાખ મિલિયન લિટરથી વધુ.
BMC Swimming Pools મુંબઈ મહાનગરપાલિકાનો નિર્ણય, આ તારીખથી શહેરમાં મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ ખોલવાની મંજૂરી…
FDA Raid Domino’s Pizza Outlets શું તમે પણ ડોમિનોઝ પિઝા ખાઓ છો? મુંબઈમાં એફડીએના દરોડામાં ૩ આઉટલેટ્સની ખાદ્ય સુરક્ષામાં ગંભીર ક્ષતિઓ પકડાઈ.
Exit mobile version