Site icon

હાશકારો-આખરે કાંદીવલીના દહાણુકરવાડીના રહેવાસીઓને મળ્યો આ સમસ્યાથી કાયમી છૂટકારો-  BMC લીધું મહત્વનું પગલું

News Continuous Bureau | Mumbai 

વર્ષોથી ચોમાસામાં(Monsoon) પૂરજનક પરિસ્થિતિનો સામનો કરનારા કાંદિવલી(પશ્ચિમ)માં(Kandivali (West)) દહાણુકરવાડી(Dahanukarwadi) આખરે રાહત મળી છે. દર વર્ષે ચોમાસામાં પોઇસર નદીના(Poiser River) પૂરથી ભરાતા પાણીની સમસ્યાથી છુટકારો મળવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કાંદિવલી પરિસરમાંથી(Kandivali premises) વહેતી પોઇસર નદી પાસે ફક્ત 15 દિવસમાં સેફ્ટી વોલ બાંધી નાખી છે. તેથી હવે વરસાદના પાણી(Rain water) કાંદિવલીમાં ડહાણુકરવાડીમાં અંદર ઘુસી શકશે નહીં.

Join Our WhatsApp Community

BMC એ અહીં ભીંત બાંધવા માટે ૨૯ બાંધકામ હટાવ્યા છે. ત્યાર બાદ ફક્ત ૧૫ દિવસમાં BMC અહીં  સેફચટી વોલ  બાંધી દીધી છે. દર વર્ષે ચોમાસામાં કાંદીવલી(પશ્ચિમ)માં દહાણુકરવાડીમાં પોઇસર નદીના પાણી ઘૂસી આવતા હતા. હવે જોકે પોઇસર નદીને પાણીને અંદર ઘુસતા રોકી શકાશે.

 પાલિકાના જણાવ્યા મુજબ દહાણુકરવાડીમાં વહેતી પોઈસર નદીનું ઉદ્દ્ગમ સ્થાન સંજય ગાંધી નેશનલ પાર્ક (Sanjay Gandhi National Park) છે. અહીં ડુંગરમાંથી વહીને નદી મલાડ(પૂર્વ)ના ક્રાંતિ નગર ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ કરે છે. અનેક વિસ્તારમાંથી વહેતી આ નદીનો પ્રવાહ કાંદીવલી(પશ્ચિમ)માં દહાણુકરવાડીમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે. આગળ જઈને આ પ્રવાહ ફરી એક થઈને મલાડ(પશ્ચિમ)માં માર્વે ખાડીમાં જઈને મળે છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત

દહાણુકરવાડીમાં રહેલી વસતીને કારણે વિભાજિત થનારી નદીના બે પ્રવાહમાંથી એક પ્રવાસ નદીના પાત્રમાં ઝૂંપડાંઓના અતિક્રમણને કારણે ખૂબ સાંકડો થઈ ગયો હતો. તેમ જ ત્યાં બાંધેલા પુલને કારણે ચોમાસામાં વરસાદી પાણીનો નૈસર્ગિક પ્રવાહ(Natural flow) સામે અડચણ આવતી હતી. તેથી ભારે વરસાદ દરમિયાન પોઈસર નદીમાં વરસાદના પાણી પણ જમા થતું હતું અને તે વહેતી વહેતી દહાણુકરવાડીમાં આવતી હતી અને અહીં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હતી. વર્ષોથી સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી રહ્યા હતા.

સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકાએ જુદી જુદી ઉપાયયોજના અમલમાં મુકવાની યોજના બનાવી હતી. જે હેઠળ નદીના પટને  પહોળું કરવાનું કામ વર્ષ ૨૦૧૮થી વિચારી રહી હતી. જોકે અહીં રહેલા ઝૂંપડાઓને કારણે તેમ જ ટૅક્નિકલ કામને(Technical work) કારણે નદીના બીજા પ્રવાહ પાસે રહેલા ઝૂંપડાઓને હટાવવું શક્ય નહોતું. તેથી નદીના પટને પણ પહોળું કરી શકાયું નહોતું. 

છેવટે પાલિકાએ આ પ્રોજેકટ હાથમાં લીધો હતો, જેમાં ૨૦ મે, ૨૦૨૨ના ૨૯ ઝૂંપડાઓને હટાવવામાં આવ્યા હતા. તો બાકીના ઝૂંપડાઓને વરસાદી પાણીનો ફટકો પડે નહીં તે માટે સુરક્ષા ભીંત બાંધવાનું(Construction) કામ  હાથ ધરાયું હતું. આ કામ 11 જૂનના પૂરું કરવામા આવ્યું હતું. એટલે કે ભીંતનું કામ ફક્ત ૧૫ દિવસમાં પૂરું કર્યું હતું. આ ભીંતને કારણે હવે વરસાદી પાણી અંદર ઘૂસતાં રોકી શકાશે.
 

Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Exit mobile version