Site icon

મુંબઈવાસીઓ ખબરદાર… શું તમને ખબર છે આજે સાંજે 2 કલાક માટે નો હોકિંગ ટાઈમ છે? જો હોર્ન વગાડશો તો થશે આટલો દંડ.. 

News Continuous  Bureau | Mumbai.

મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai traffic police) આજે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મુંબઈમાં બે કલાક માટે “નો હોર્ન” ઝુંબેશ (No horn campaign)હાથ ધરવાની છે. આ દરમિયાન તમે કારણ વગર તમારી ગાડીનું હોર્ન વગાડ્યું તો તમારું આવી બનશે.

Join Our WhatsApp Community

આ ઝુંબેશ અંતર્ગત મુંબઈમાં 100થી વધુ જંકશન પર પોલીસને તૈનાત કરવામાં આવશે. તેઓ વાહનચાલકોમાં “નો હોર્ન”ને લઈને અવેરનેસ તો લાવશે પણ સાથે જ કારણ વગર હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ(noice pollution) કરનારાઓને દંડ પણ ફટકારશે.

મુંબઈ ટ્રાફિક વિભાગ(Mumbai traffic department)ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશનના કહેવા મુજબ લોકોમાં ધ્વનિ પ્રદૂષણ ને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવા માટે આ અભિયાન હાથમાં લેવામાં આવ્યું છે. જે મહત્વના જંકશન પર ભારે ટ્રાફિક હોય છે એવા 100 ટ્રાફિક જંકશન પર ટ્રાફિક પોલીસ ખાસ ધ્યાન આપશે. હોર્ન વગાડતા પકડાયા તો ટ્રાફિક પોલીસ ચોકીમાં બે કલાક બેસાડીને તેને ટ્રાફિકના નિયમો સંબંધિત વિડિઓ જોવાની સજા ફટકારવામાં આવશે.

આ અભિયાનની જાહેરાત કરતા સમયે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે(Mumbai police commissioner Sanjay Pandey)એ ફેસબુક લાઈવ પર કહ્યું હતું કે છેલ્લા બે મહિનામાં ટ્રાફિક પોલીસે 12,914 વાહનચાલકોને કારણ વગર હોર્ન વગાડવા માટે અને 306 ડ્રાઈવરને સાઈલેન્સર બદલવા અને ધ્વનિ પ્રદૂષણ કરવા માટે દંડિત કરવામાં આવશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version