Site icon

અરે વાહ! મુંબઈમાં ડ્રાઈવર વગર દોડશે મેટ્રો રેલ, ગુડી પડવાથી આ બે મેટ્રો રેલ મુંબઈગરાની સેવામાં; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુડી પડવાના શનિવારે શુભ મુહૂર્તા દિવસથી મુંબઈગરાની સેવામાં બે મેટ્રો રેલ સેવા શરૂ થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે આવતી કાલે મેટ્રો રેલવેનું ઉદ્ઘાઘાટન કરવામાં આવવાનું છે. હાલ કલાકના 70 કિલોમીટરની ઝડપે દોડનારી આ મેટ્રો રેલ બહુ જલદી ડ્રાઈવર રહિત હશે એવી જાહેરાત મેટ્રો પ્રશાસન કરી છે.

Join Our WhatsApp Community

આવતી કાલથી મુંબઈમાં વધુ બે મેટ્રો સેવા શરૂ થઈ રહી છે, જેમાં મેટ્રો-2 એના પહેલા તબક્કાની દહિસરથી દહાણુકરવાડી અને મેટ્રો- સાતની આરેથી દહિસર(ઈસ્ટ) વચ્ચેની મેટ્રો ચાલુ થઈ રહી છે. પહેલા તબક્કામાં 20.73 કિલોમીટર માર્ગ પર હાલ કલાકના 70 કિલોમીટરની ઝડપે આ ટ્રેનને ડ્રાઈવર દોડાવશે. 

આ સમાચાર પણ વાંચો :  આખરે મુંબઈગરાને આ નિયમથી મળ્યો છૂટકારો, હવે આવું નહીં કર્યું તો પણ દંડ નહીં ભરવો પડે; BMCએ કરી જાહેરાત

મેટ્રો સેવા ચાલુ થવાના આઠ મહિના બાદ આ મેટ્રોને ડ્રાઈવર વગર દોડાવવાની પ્રશાસનની યોજના હોવાનું એમએમઆરડીએના કમિશનર એસ.શ્રીનિવાસે જણાવ્યું હતું. કમ્યુનિકેશન બેસ્ડ ટ્રેન કંટ્રોલ (CBTC) સિગ્નલિંગ સિસ્ટમના આધાર પર ડ્રાઇવર વગર દોડી શકે તે મુજબની ટ્રેનની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું પણ પ્રશાસને જણાવ્યું હતું. શરૂઆતમાં ડ્રાઈવર સાથે જ ટ્રેન દોડાવવામાં આવશે. આઠેક મહિના બાદ ડ્રાઈવર વગર ટ્રેન દોડશે.

આવતી કાલથી શરૂ થઈ રહેલી બે મેટ્રો રેલ માટે કમિશનર ઓફ રેલવે સેફટીથી મંજૂરી મળ્યા બાદ હવે રોજની 150 ફેરી મેટ્રોની દોડાવવામાં આવશે. તેમ જ મહિલાઓ માટે ખાસ અલાયદો ડબ્બો હશે. સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ મેટ્રો દોડાવવામાં આવશે.મુંબઈગરાન ખિસ્સાને પરવડે એ મુજબના મેટ્રોના ભાડા પણ રાખવામાં આવ્યા છે. ત્રણ કિલોમીટર સુધીના અંતર માટે 10 રૂપિયા હશે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version