ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈમાં હવેથી કોરોનાની વૅક્સિન નહીં લેનારાઓને સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પ્રવાસ કરવું મુશ્કેલ થવાનું છે. ઓટોરિક્ષા અને ટેક્સીમાં પ્રવાસ કરવા માટે હવે ફરજિયાત રીતે વૅક્સિનના બંને ડોઝ લેવું આવશ્યક રહેશે. વેક્સિનનું બીજા ડોઝનુ સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ પ્રવાસીઓને ઓટોરિક્ષા અને ટેક્સીમાં પ્રવાસ કરવા મળશે.
વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ડર પેદા કરી દીધો છે. એવામાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવેલા મહારાષ્ટ્ર માટે વધુ સતર્ક રહેવું આવશ્યક છે. તેથી જ મહારાષ્ટ્ર સરકારે નવી નિયમાવલી જાહેર કરી છે. તેને ધ્યાનમાં રાખીને હવે વૅક્સિનેશન નહીં લેનારાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ હવે ટ્રાન્સપોર્ટેશન કમિશનરની ઓફિસે મુંબઈ સહિત તમામ જિલ્લાઓ માટે નવો સર્ક્યુલર બહાર પાડયો છે, તે મુજબ રીક્ષા, ટેક્સી અને બસમાં ફરજિયાત રીતે વૅક્સિનના બંને ડોઝ લેનારાઓ જ પ્રવેશ મળશે.
હેં! ગુરુવારે એરપોર્ટ પર આવેલા 485 આંતરરાષ્ટ્રીય પ્રવાસીમાંથી આટલા કોવિડ પોઝિટિવ મળ્યા. જાણો વિગત
બેસ્ટની બસમા વેકસિન બંને ડોઝ લેનારા અથવા યુનિવર્સલ પાસ હશે, તેને જ પ્રવાસ કરવા મળશે. આ જ નિયમ રિક્ષા-ટેક્સીને પણ લાગુ પડશે. નિયમનું પાલન નહીં કરનારા પ્રવાસીઓની સાથે જ ડ્રાઈવરે પણ દંડ ભરવો પડશે. તેથી ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
