Site icon

લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

 News Continuous Bureau | Mumbai 

બિલ્ડર અને ખરીદાર(Builder and buyer) વચ્ચેના લેખિત કરારનું સ્થાન તેના પછી કરાયેલી મૌખિક સમજૂતી લઈ શકે નહીં એવો મહત્વનો ચુકાદો મુંબઈ હાઈકોર્ટે(Bombay Highcourt) આપ્યો છે. તેમ જ રેરા એપલેટ ટ્રિબ્યુનલ(RERA Appellate Tribunal)ના આદેશને પણ માન્ય રાખીને પ્રોજેકટ(project delay)માં વિલંબ માટે બિલ્ડર(Builder)ને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community

પ્રોજેક્ટમાં વિલંબ થવાનો હોવાથી બિલ્ડરે એક મીટિંગ(meeting)નું આયોજન કર્યું હતું, તેમા પ્રોજેક્ટ જુલાઈ 2015ને બદલે 2018 સુધી પૂરો થશે એવું કહ્યું હતું. આ બેઠકમાં ખરીદદાર પણ હાજર રહ્યો હતો. તેથી આ નિર્ણયમાં તેની મૂક સંમતિ હોવાની બિલ્ડરે દલીલ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેમ જ કોર્ટે રેરા એપલેટ ટ્રિબ્યુનલ(RERA Appellate Tribunal)ના આદેશને પણ માન્ય રાખ્યો હતો, જેમાં તેણે કુર્લા પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે ફ્લેટ ખરીદનાર(Flat buyer)ને એક કરોડ રૂપિયાનું રિફંડ આપવાનો આદેશ આપ્યો હતો.

હાઈ કોર્ટના જજે કહ્યું હતું કે લેખિત કરારમાં માત્ર લેખિત દસ્તાવેજ દ્વારા જ ફેરફાર થઈ શકે છે. મૌખિત સહમતીથી મૂળ કરારના નિયમો અને શરતો ફેરફાર થઈ ન શકે. કોર્ટે રેરાના આદેશને પડકારતી બિલ્ડરની અપીલને પણ ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : ફાઈવસ્ટારમાં હોટલના રૂમમાં રમી રમવું મુંબઈના 9 વેપારીઓને પડ્યું ભારે- 11 વર્ષે કોર્ટ ફટકારી જેલની સજા-જાણો વિગતે 

કેસની વિગત મુજબ બિલ્ડર અને ખરીરદાર વચ્ચે થયેલા કરારમાં જુલાઈ 2015માં ફ્લેટનો કબજો સોંપવામાં આવશે એવું લખવામાં આવ્યું હતું.  એમાં આપમેળે થનારા વિલંબ માટે છ જોગવાઈઓ પણ સ્પષ્ટ કરવામાં આવી હતી. સમયસર કબજો આપવામાં નિષ્ફળ જવા બદલ બિલ્ડરે ખરીદનારને મૂળ રકમ 9 ટકા વ્યાજ સાથે રિફન્ડ(Refund) કરવાની શરત કરારમાં રાખી હતી. જોકે બાદમાં બિલ્ડરે કબજો ન આપવાને બદલે છમાંથી એક પણ જોગવાઈ સંતોષાઈ ન હોવાથી ફ્લેટ ખરીદનારે પોતાના રિફંડ માટે બિલ્ડરને નોટિસ મોકલી હતી.

બિલ્ડરે કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ખરીદદાર પોતાની પુત્રીના વિદેશ અભ્યાસ માટે રિફંડ માગી રહ્યો છે, ફ્લેટના વિલંબ માટે નહીં. પણ હાઈ કોર્ટે ખરીદદારની દલીલને માન્ય રાખી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે ભારતીય પુરવા કાયદા મુજબ મૌખિક નિવેદન ત્યારે જ ગણનામાં લેવાય ત્યારે લેખિત કરારમાં અમુક બાબત અસ્પષ્ટ હોય અને મૌખિક નિવેદન દ્વારા તેની સ્પષ્ટતા થઈ હોય.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version