Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક્સિડન્ટ વિક્ટિમને મળી રહેશે તરત સારવાર, ઠાકરે સરકારે લીધું આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

દેશનો સૌથી બીઝી હાઈવે ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર બહુ જલદી ટ્રોમા હોસ્પિટલ શરૂ થવાની છે, તેને પગલે હાઈવે પર થતા રોડ ઍક્સિડન્ટના વિક્ટીમને તરત સારવાર આપવાનું અને તેમનો જીવ બચાવવું સરળ થઈ પડશે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનોરમાં લાંબા સમયથી 200 બેડ સાથેની હોસ્પિટલ બાંધવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારે હાથમાં લીધો હતો. આ હોસ્પિટલમાં 20 બેડ સાથેનું ટ્રોમા સેન્ટર પણ હશે જયાં એક્સિડન્ટ વિકટિમને તુરંત સારવાર આપવું શક્ય બનશે. 

હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ અધિવેશનમાં આ બાબતે જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું બાંધકામ 2019થી ચાલુ હતું પરંતુ કોરોનાને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં હોસ્પિટલનું કામ બંધ પડી ગયું હતું. હવે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું સંયુક્ત રીતે કામ ચાલુ કર્યું છે. બહુ જલદી હોસ્પિટલનું કામ પૂરું થશે અને સામાન્ય નાગરિક માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસમાં થયો બમણો વધારો, શું આ કારણથી શહેરમાં કેસ વધી ગયા છે? જાણો વિગત

Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Exit mobile version