Site icon

સસ્તામાં ઘર ખરીદનારા ઈચ્છુકો માટે સારા સમાચાર, મ્હાડાના આટલા ઘર માટે નીકળશે લોટરી.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ નજીક સસ્તામાં ઘર ખરીદવા ઈચ્છુકો માટે સુવર્ણ તક છે. મ્હાડા તરફથી બહુ જલદી 1200 ઘરની લોટરી કાઢવામાં આવવાની છે. આગામી મહિનામાં આ લોટરી કાઢવામાં આવવાની છે.

Join Our WhatsApp Community

મ્હાડાના કોંકણ મંડળ તરફથી આ લોટરી કાઢવામાં આવાની છે. તેથી આ ઘર મુંબઈ નજીકના શહેરોમાં હશે. આ ઈમારતનું બાંધકામ ખાનગી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે. મ્હાડાની આ લોટરીના ઘર થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, વસાઇ-વિરાર મહાપાલિકાની હદમાં આ ઘર છે.

આ સમાચાર પણ વાંચો : બાળ વેક્સિન બાબતે મુંબઈના વાલીઓ નિરુત્સાહી છે. પહેલા દિવસે ફક્ત આટલા કિશોરોએ વૅક્સિન લીધી

રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પરવડી શકે તેવા ઘર માટે 20 ટકા યોજના ચાલુ કરી છે. આ યોજના મુજબ 10 લાખથી વધુ લોકસંખ્યા ધરાવતી પાલિકા ક્ષેત્રમા 4000 ચોરસમીટર અને તેના કરતા વધુ ક્ષેત્રફળમાં બાંધકામ થનારા હાઉસિંગ પ્રોજેક્ટમાં 20 ટકા ઘર રિઝર્વ  રાખવામાં આવ્યા છે. આ ઘર મ્હાડાને આપવામાં આવ્યા છે. આ ઘર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રિર્ઝવ રાખવામાં આવ્યા છે. 

મ્હાડાના કોંકણ બોર્ડ દ્વારા ગયા વર્ષે 14 ઓક્ટોબરના 8,984 ઘરની લોટરી કાઢવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો સિડકો પર 1900 ઘરની મહાગૃહનિર્માણ યોજના જાહેર કરી છે. 26 જાન્યુઆરીના 5,700 ઘરની લોટરી કાઢવામાં આવી હતી. તેમાં હવે મ્હાડાના વધુ 1900 ઘરનો ઉમેરો પડવાના છે.

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version