Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ!! દક્ષિણ મુંબઈના આ સ્ટેશનનો થયો કાયાપલટ, જુઓ તસવીરો, જાણો વિગતે.. 

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલ્વેના ચર્નીરોડ  સ્ટેશનનો કાયાપલટ થઈ ગયો છે. પ્રવાસીઓની સુવિધા માટે તેમજ સલામતી માટે એક નવો લિન્ક વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. એ સાથે  એલિવેટેડ બુકિંગ ઓફિસ અને એક નવો ફૂટ ઓવરબ્રિજ પણ ચર્નીરોડ સ્ટેશન પર ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ નવો ફૂટ ઓવરબ્રિજ 36 મીટર લાંબો અને 6 મીટર પહોળો છે, જે પ્લેટફોર્મ નંબર એક અને  MCGM સ્કાયવોક અને પ્લેટફોર્મ નંબર ચારની પૂર્વ બાજુથી જોડે છે. પ્રવાસીઓને સરળતા રહે તે માટે પ્લેટફોર્મ નંબર એક  પર ઉત્તર છેડે એક નવો  નવ મીટર લાંબો લિંકવે અને એલિવેટેડ બુકિંગ ઓફિસ પણ ચાલુ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ 

આ તમામ  કામ પાછળ એકંદર ખર્ચ રૂ. 4.05 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવા એફઓબી અને અન્ય સગવડો પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. બીજા તબક્કામાં આ નવા FOB થી પ્લેટફોર્મ નંબર 2/3 સાથે જૂનું નોર્થ FOB નાબૂદ કર્યા પછી કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ આ નવા FOB સાથે નાણાકીય વર્ષ 2021-22માં WR ના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ નવ FOB ચાલુ કરવામાં આવ્યા છે. વધારાના પાંચ વધુ FOB આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે. ગ્રાન્ટ રોડ ઉત્તર FOB, બાંદ્રા ઉત્તર FOB, દહિસર ઉત્તર FOB, વસઈ રોડ દક્ષિણ અને ભાયંદર દક્ષિણ FOBનો સમાવેશ થાય છે.

 

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version