Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

આવતીકાલે રવિવારની રજા દિવસે ગણપતિબાપ્પાના દર્શને (Ganapati bappa's darshan) જવાનો વિચાર કરો છો તો જમ્બો બ્લોકને(jumbo block) ધ્યાનમાં રાખીને ઘરેથી નીકળજો. રવિવારે વેસ્ટર્ન રેલવેમાં (Western Railway) સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશન(Santacruz and Goregaon stations) વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લોક રાખવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની(Track, signaling and overhead equipment) જાળવણીનું કામ કરવા માટે, સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો(Santacruz and Goregaon stations) વચ્ચે UP અને DOWN ધીમી લાઇન પર 4 સપ્ટેમ્બર, 2022, રવિવારના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, બ્લોક સમયગાળા દરમિયાન સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે તમામ ડાઉન સ્લો લાઇનની ઉપનગરીય ટ્રેનો ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે અને તમામ UP સ્લો લાઇનની ઉપનગરીય ટ્રેનો UP ફાસ્ટ પર ચલાવવામાં આવશે.. બધી ધીમી ઉપનગરીય સેવાઓ વિલે પાર્લે સ્ટેશન પર ડબલ હોલ્ટનો લાભ લેશે અને ફાસ્ટ લાઈનો પર પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે બંને દિશામાં રામ મંદિર સ્ટેશન પર (Ram Mandir Station) રોકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  AC લોકલના દોડાવવાના વિવાદમાં હવે રાષ્ટ્રવાદીના આ દિગ્ગજ નેતાએ ઝુકાવ્યું-કહ્યું ભાડા સામાન્ય લોકોના ગજા બહાર

અહીં ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ (Ganesha Festival) ચાલી રહ્યો હોઈ મોટી સંખ્યામાં લોકો ગણપતિના દર્શન માટે બહાર નીકળી શકે છે અને લોકોના ઘસારાન જોતા સેન્ટ્રલ રેલવેએ(Central Railway) રવિવારના કોઈ બ્લોક રાખ્યો નથી. તેની સામે વેસ્ટર્ન રેલવેમાં પાંચ કલાકનો બ્લોક રાખવામાં આવ્યો હોવાથી ગણેશભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version