ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જાન્યુઆરી 2022
શનિવાર.
ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા જમ્બો બ્લોકની જાહેરાત કરવામાં આવી છે.
આ જમ્બો બ્લોક રવિવાર, 23મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 10.00 કલાકથી 3.00 કલાક સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાખવામાં આવ્યો છે.
બ્લોક દરમિયાન, તમામ ટ્રેનો બોરીવલી અને ગોરેગાંવ વચ્ચે ધીમી લાઇન પર ચલાવવામાં આવશે. તો કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.
આ અંગેની વિગતવાર માહિતી તમામ સ્ટેશનોના સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ રહેશે.
