Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેના મુસાફરોનો પ્રવાસ થશે ઠંડા ઠંડા કુલ- પહેલી ઓક્ટોબરથી એસી લોકલની આટલી સર્વિસ વધશે

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાનો એસી લોકલનો(AC Local) પ્રવાસ વધુ સુવિધાજનક બની રહેવાનો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને તેમ જ એસી લોકલને વધી રહેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ(Western Railway) એરકન્ડિશન્ડ લોકલની(Air conditioned local) 31 ફેરી  શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ઓક્ટોબરથી આ નિર્ણય લાગુ કરવામાં આવશે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ એસી લોકલની ફેરી ચર્ચગેટ(Churchgate), વિરાર(Virar), બોરીવલી(Borivali), દાદર, મલાડ સ્ટેશનો વચ્ચે હશે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવે પર, 8 ઓગસ્ટથી 8 એસી લોકલની ફેરી શરૂ કરવામાં આવી હતી, તેથી એસી લોકલ ટ્રેનોની સંખ્યા 40 થી વધીને 48 થઈ હતી હવે લગભગ 31 ફેરી વધારવામાં આવવાની છે. તેથી હવે પશ્ચિમ રેલવે પર કુલ 79 એસી લોકલ ટ્રેનની ફેરી હશે.

આ સમાચાર પણ વાંચો : 30 વર્ષ નગરસેવક અને ઉપમહાપોર પદ પર રહેલા ભાજપના નેતા રામ બારોટનો દીકરો શિવસેનાના રસ્તે ચાલ્યો

મે મહિનામાં એસી લોકલની ટિકિટના(Local Train ticket)  ભાવમાં ઘટાડા બાદ આ લોકલનો પ્રતિસાદ વધ્યો હતો. મુખ્યત્વે પશ્ચિમ રેલ્વેના રૂટ પર એસી લોકલને મુસાફરોની પ્રાધાન્યતા મળી રહી છે.

વેસ્ટર્ન રેલ્વે લાઇન પર એસી લોકલમાં સવાર-સાંજ એટલી ભીડ હોય છે કે તાજેતરમાં એસી લોકલના દરવાજા બંધ ન હોવાની ઘટનાઓ સામે આવી છે અને સોશિયલ મીડિયા(Social media) પર વીડિયો વાયરલ થયો છે. હવે એસી લોકલની 79  ફેરી થયા બાદ પશ્ચિમ રેલવેમાં મુસાફરોની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની રહેશે.

દરમિયાન, મધ્ય રેલવે(Central Railway) પર, એસી લોકલ સામે મુસાફરોના વિરોધને પગલે કાલવા, બદલાપુર ખાતે 10 ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે, તે બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

 

Mumbai Online Loan App Racket। ઓનલાઈન લોન એપ દ્વારા બ્લેકમેલિંગ અને તોડપાણી કરતું મોટું રેકેટ ઝડપાયું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૬ આરોપીઓની કરી ધરપકડ
Mumbai Bhandup Assault Case। મુંબઈના ભાંડુપમાં માતા સાથે ચેટિંગ કરવાના સંશયમાં ૧૭ વર્ષના સગીરે મિત્ર પર કોયતાથી કર્યો જીવલેણ હુમલો
Mira Road POCSO Case Arrest। બળાત્કાર અને પોક્સો (POCSO) કેસનો ફરાર આરોપી મિરા રોડ પરથી ઝડપાયો ૨૯ મે સુધી પોલીસ કસ્ટડી
Borivali Sumer Nagar Society Animal Controversy। બોરીવલીની સોસાયટીમાં પશુઓ રાખવા મુદ્દે રહીશોનો આક્રોશ સફાઈ અને સ્વાસ્થ્ય જોખમાતાં વહીવટી તંત્રને કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version