Site icon

આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી

News Continuous Bureau | Mumbai

થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના  રાજકીય પક્ષના નેતા(political party leader of Maharashtra) વિનાયક મેટેની(Vinayak Mete) કારનો  મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Express Way)  પર વહેલી સવારે પાંચ વાગ્યે અકસ્માત(Accident) નડ્યો અને તેમાં તેમનું મૃત્યુ થયું. એક સંશોધન મુજબ, સવારના 4 વાગ્યા  પછી હાઇવે પર વધુ અકસ્માતો થાય છે, કારણ કે રાતભર ડ્રાઇવિંગ(Driving all night) કર્યા પછી ડ્રાઇવરને આંખમાં ઊંઘનું ઝપકું આવી જતા તેની આંખ લાગી જતી હોય છે. પરંતુ અકસ્માત પાછળનું બીજું મહત્વનું કારણ સામે આવ્યું છે. તે રોડ હિપ્નોસિસ(Road Hypnosis) છે! આવો જાણીએ શું છે આ રોડ હિપ્નોસિસ અને તેનાથી બચવાના ઉપાયો શું છે ?

Join Our WhatsApp Community

રોડ હિપ્નોસિસ એ એક માનસિક સ્થિતિ(mental state) છે, તેમાંથી બધા ડ્રાઇવરો પસાર થાય છે. આ અવસ્થા બાબતે હજી સુધી જનજાગૃતિ ન હોવાથી મોટાભાગના વાહનચાલકો અજાણ છે. વાહન રસ્તા પરથી ઉતાર્યા પછીના 2.5 કલાકમાં રોડ હિપ્નોસિસ શરૂ થાય છે. આ સ્થિતિમાં હિપ્નોટાઇઝ ડ્રાઇવરની આંખો ખુલ્લી હોય છે, પરંતુ મગજ તે જે જુએ છે તેનું રેકોર્ડિંગ અને વિશ્લેષણ કરતું નથી. રોડ હિપ્નોસિસ એ તમારી સામે રહેલા વાહન અથવા ટ્રકના પાછળના ભાગે થતા અકસ્માતોમાં પહેલું એક કારણ છે. રોડ હિપ્નોસિસ થયેલા ડ્રાઈવરને ટક્કર થાય ત્યાં સુધીની છેલ્લી 15 મિનિટનું કંઈપણ યાદ આવતું નથી. સામેનું વાહન કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે તેનો ખ્યાલ નથી આવતો. લાંબા રસ્તા પર, ડ્રાઇવર ફક્ત જોતો જ રહે છે, રોડ હિપ્નોસિસ પહેલાં થોડો સમય મૂવી જોતા હોય તેવું અનુભવે છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

રોડ હિપ્નોસિસમાંથી કેવી રીતે બચવું તે પણ જાણવા જેવું છે. રસ્તાના હિપ્નોસિસથી પોતાને બચાવવા માટે, દર 2.5 કલાકે ગાડીને થોભાવો, પછી પાછું વાહન ચલાવો, ચા કે કોફી પીવી આવશ્યક છે. વાહન ચલાવતી વખતે અમુક સ્થળો અને વાહનોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો તમે છેલ્લી 15 મિનિટમાં કંઈપણ યાદ રાખી શકતા નથી, તો તેનો ચોક્કસ અર્થ એ છે કે તમે રોડ હિપ્નોટાઈઝ છો. રોડ હિપ્નોસિસ મોટા ભાગે રાતના સમયે  થાય છે અને જો મુસાફરો પણ ઊંઘતા હોય તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. તેથી ડ્રાઈવરે થોભવું જોઈએ, આરામ કરવો જોઈએ, દર 2.5 કલાકે 5-6 મિનિટ ચાલવું જોઈએ અને મેન્ટલી થોડું ફ્રી થવું જોઈએ.

આંખ ખુલ્લી હોય તો પણ મન બંધ હોય તો અકસ્માતો અનિવાર્ય થાય છે. જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે શૂન્યતા અનુભવો છો, તો તરત જ ગાડીને બાજુ પર કરી લો. ઊંડો શ્વાસ લો. ફ્રેશ થાઓ અને આસપાસ જુઓ અને ઉત્સાહ સાથે ફરીથી ડ્રાઇવિંગ શરૂ કરો.

અકસ્માતો થવાના ઘણા કારણો પણ છે, જેમાં સ્પીડ  મર્યાદાનું ઉલ્લંઘન, વાહનોનું બ્રેકડાઉન(Vehicle breakdown) થવું, લેન કટિંગ(Lane cutting), ગેરકાયદે ઓવરટેકિંગ(Illegal overtaking, વધુ સ્પીડને કારણે વાહનનું ટાયર ફાટવુ જેવા કારણો એક્સિડન્ટ માટે જવાબદાર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : તુષાર ગાંધીનો ચોંકાવનારો દાવો- કહ્યું ગાંધી હત્યા રીઈન્વેસ્ટિગેટ કરો- ઘણા તથ્યો સામે આવશે

 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version