ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત એ છે કે દાદર(વેસ્ટ)માં એક લેબોરેટરીના 12 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. પાલિકે આખે આખી લેબોરેટરીને સીલ કરી નાખી છે.
પાલિકાના જી-નોર્થના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરના જણાવ્યા મુજબ દાદર(વેસ્ટ)માં ગોખલે રોડ નજીક શંકર ઘાનેકર માર્ગ પર શિલ્પા અપાર્ટમેન્ટ આવેલું છે. તેમાં લાલ પાથ લેબ આવેલી છે. અહીં કેન્ટીનમાં કામ કરતો નારાયણ રાણેનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી જી-નોર્થના હેલ્થ ડિપાર્ટમેન્ટે આ યુવકના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક શ્રેણીમાં આવતા લેબોરેટરીમાં કામ કરનારા 39 લોકોના કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા, તેમાંથી લેબોરેટરીમાં કામ કરતા 12 કર્મચારીઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
શું મુંબઈ શહેર 2050 સુધીમાં ડૂબી જશે? આ કમિટીએ પોતાનો અહેવાલ સોંપ્યો. જાણો વિગત.
પાલિકાએ તાત્કાલિક ધોરણે આ લેબોરેટરીને સીલ કરી નાખી છે. તેમ જ તમામ પોઝિટિવ પેશેન્ટને તાત્કાલિક ક્વોરન્ટાઈન કરી નાખવામાં આવ્યા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવાનું પાલિકાએ ચાલુ કર્યું છે.