ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
રેલવે ઓથોરિટી નવા વર્ષમાં મુંબઈગરાને અનોખી ભેટ આપવાનું છે. મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓને હવે ટ્રેનમાં જ વાય-ફાયની સુવિધા ઉપલબ્ધ થવાની છે. તેથી હવે ચાલતી ટ્રેનમાં પણ બેસીને પણ નોકરિયાતો ઈન્ટરનેટ કનેકશનની ચિંતા કર્યા વગર ઓફિસના કામ કરી શકશે.
મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રી-લોડેડ ઈન્ટરનેટ સેવા આપવાની જાહેરાત બે વર્ષ પહેલા સેન્ટ્રલ રેલવેએ કરી હતી. જોકે કોરોના સહિતના અમુક કારણથી તે પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો. હવે રેલવેએ પ્રવાસીઓને આ સુવિધા પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સેન્ટ્રલ રેલવેની 165 લોકલના 3,465 ડબ્બામાં એક ખાનગી કંપનીના માધ્યમથી વાય-ફાય બેસાડવામાં આવવાનું છે.
વરલી, પરેલની ફૂટપાથ થશે ચકાચક, BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
કંટેન્ટ ઓફ ડિમાન્ડ હેઠળ લોકલમાં બેસાડવામાં આવનારી વાય-ફાય સુવિધામાં પ્રી-લોડેડ ફિલ્મ, સિરિયલ, ગીતોનો સમાવેશ હશે. પ્રવાસીઓને ફક્ત મોબાઈલ વાયફાય લોગ-ઇન કર્યા બાદ પ્રી લોડેડ માહિતી મોબાઈલ પર મળશે.