ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગણી મૂકવામાં આવી હતી કે મુંબઇ શહેરમાં વસતા વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને વેક્સિન આપવામાં આવે. આ અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ હાઈ કોર્ટને જણાવ્યું કે આવનારા દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકા દૈનિક 70 હજાર લોકોનું વેક્સિનેશન કરશે. આ માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રત્યેક વોર્ડમાં વેક્સિન સેન્ટર ઉભુ કરાશે. તદુપરાંત વરિષ્ઠ નાગરિકો માટે વેક્સિન ઘરે જઈને આપવામાં આવશે.
આમ મુંબઈ મહાનગરપાલિકાએ હાઇકોર્ટમાં માહિતી પૂરી પાડી છે કે વિદેશની માફક મુંબઈમાં પણ રસીકરણ ઘર સુધી પહોંચશે.
ગોવાની હોસ્પિટલમાં રાતના ૨ વાગ્યે ઓકિસજન ખૂટયો : કોરોનાના બે ડઝન થી વધુ દર્દીઓના મોત