ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
એક તરફ ફરિયાદ આવી રહી છે કે મધ્ય રેલવેમાં એર કન્ડિશન ટ્રેનમાં લોકો સફર કરવા તૈયાર નથી. ત્યારે બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર આવનાર દિવસોમાં એરકન્ડીશન ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને સાતમી લાઇન શરૂ થવાની તૈયારી છે. આ બે લાઈન શરૂ થઈ ગયા પછી સેન્ટ્રલ રેલવે ટ્રાન્સ હાર્બર લાઈન તેમજ સેન્ટ્રલ રેલવેના ટ્રેક પર એર કન્ડિશન લોકલ ટ્રેનના 80 ફેરા વધારી દેશે. આ રીતે ફેરા વધારાને કારણે રેલવે પ્રશાસન માનવું છે કે લોકો તેમાં વધુ સફર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફેરા સવારે પીકઅવર્સમાં પણ હશે તેમજ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. જો કે આ સંદર્ભે નું ટાઇમટેબલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.
