Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર – શેર બજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું થયું નિધન- આ મોટી બીમારીએ લીધો તેમનો ભોગ 

News Continuous Bureau | Mumbai

શેર માર્કેટ(Share market)માં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala )નું આજે (રવિવારે) 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈ(Mumbai)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આજે સવારે 6 વાગીને 45 મિનિટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

 

મીડિયા રિપોર્ટ મુજબ દિગ્ગજ કારોબારી(businessman) રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર(Multi-organ failure) હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહી.  

આ સમાચાર પણ વાંચો : રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચી લો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરન બફેટ (Warren Buffett) કહેવામાં આવતા હતા. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા પછી તેઓ એરલાઇન સેક્ટર(Airline sector)માં પણ ઉતર્યા હતા. તેમણે નવી એરલાઇન(A new airline) કંપની અકાસા એર(Akasa Air)માં મોટું રોકાણ(big investment) કર્યું હતું અને 7 ઓગસ્ટે કંપનીએ પ્રથમ ઉડાન ભરી હતી.

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version