Site icon

લોહીની કારમી અછતને દૂર કરવા ઉત્તર મુંબઈ મેદાનમાં,  પહેલી મેં પછી લોહીની તંગી થઈ શકે છે. શા માટે? જાણો અહીં…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 28 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

  કેન્દ્ર સરકારે 1 મે થી 18 થી  44 વર્ષની વય જૂથના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. પહેલી મેથી વેકેશન શરૂ થશે અને ત્યારબાદ વેક્સિન લેનાર વ્યક્તિ બે મહિના સુધી બ્લડ ડોનેટ નહીં કરી શકે આ પરિસ્થિતિમાં આવનાર સમયમાં લોહીની ઊણપ ઊભી થશે. આજની તારીખમાં પણ લોહી આસાનીથી ઉપલબ્ધ નથી. જેને કારણે થેલેસેમિયા થી પીડાઈ રહેલા દર્દીઓ ને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્લાઝમા ની જરૂરત પણ રહે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા  ઉત્તર મુંબઈમાં ઠેરઠેર રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ સંકલ્પ કર્યો છે કે 5000 થેલી લોહી ભેગુ કરવામાં આવશે. આ માટે બોરીવલી, કાંદીવલી અને અન્ય વિસ્તારમાં રક્તદાન શિબિર ચાલુ છે. હાલમાં જ મલાડના નર્સિંગ લેન વેલ્ફેર એસોસિયેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઘણા યુવકો બ્લડ ડોનેટ કરવા આવ્યા હતા. બ્લડ ડોનેટ કરતી વખતે તેઓ માનસિક તાણ ન અનુભવે એ માટે સંગીત વગાડવા ગીતાર વાદકને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં બ્લડની 47 બોટલ જમા થઈ હતી. મલાડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન નગરસેવિકા સેજલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કે સાંઈ પ્રબોધન ટ્રસ્ટ અને વિનોદ શેલાર દ્વારા આયોજિત કરવામાં આવેલા રક્તદાન શિબિરમાં ૩૫૦થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

આમ ઉત્તર મુંબઈમાં રક્તદાન શિબિર સેવાયજ્ઞ ચાલી રહ્યો છે..

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version