News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
અંબરનાથ અને બદલાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે લાતુર મેઈલ એક્સપ્રેસનું એન્જિન ફેલ થવાને કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.
જોકે સવારે 7.50 વાગ્યાથી રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો અને હવે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે.