ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં છેલ્લા અમુક દિવસોથી લોકો ઠંડીના વાતાવરણનો અનુભવ કરી રહ્યાં છે.
મુંબઈ, પુણે, થાણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે.
હાલમાં મુંબઈમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ છે.
હવામાન વિભાગે મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં આ ઘટાડો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે તેવી આગાહી કરી છે.
મુંબઈમાં વધતી ઠંડીને કારણે સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
