ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના ના કેસ સતત વધતા જાય છે. આ રોગ પર કાબુ મેળવવા માટે મહાનગરપાલિકાએ હવે કડક પગલાં ઉઠાવવાના શરૂ કર્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ચેમ્બુરમાં ચાર ઇમારતોને સીલ કરી નાખી છે. એટલે કે હવે આગામી 14 દિવસ સુધી બિલ્ડિંગમાં રહેનાર તમામ લોકો બહાર નહીં આવી શકે. આ ઉપરાંત બહારની કોઈ વ્યક્તિ ઈમારતમાં પ્રવેશી પણ નહી શકે. મુંબઈ મહાનગરપાલિકા આ ઇમારતમાં રહેનાર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડશે.
આ એ ઇમારતો છે જેમાં 5 થી વધુ કોરોના ના કેસ મળ્યા છે.
આ ઉપરાંત ઇમારત સુધી પહોંચવાના રસ્તાની બંને તરફ બોર્ડ મારવામાં આવ્યા છે. તેમજ આસપાસના લોકોને જણાવી દેવાયું છે કે ઈમારતની નજીક કોઈ ન જાય. તેમજ ઇમારતની આસપાસ અવરજવર પણ ઘટાડી દેવામાં આવી છે. આ રીતે લોકલ લોકડાઉન લાગુ થયુ છે.