ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. મંગળવારે કોરોનાના છ હજારની આસપાસ કેસ નોંધાયા હતા. જોકે હજી પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ તો છે, તેમાં પણ એક વખત જેને કોરોના થઈ ચૂકયો છે, તેવા નાગરિકોને ખાસ સંભાળીને રહેવાની જરૂર છે. પાલિકાના આંકડા મુજબ એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયેલા લોકો ફરી કોરોનાના ચેપનો ભોગ બની રહ્યા છે. તો જેમણે વેક્સિન લઈ લીધી છે, તેઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
મુંબઈમાં બ્રેકથ્રુ ના કેસમાં એટલે કે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તેવા લોકોને કોરોના થવાનું પ્રમાણ વધી રહ્યું છે. મુંબઈ ઉપનગરમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લેનારા 18,357 લોકોને ફરી કોરોના થયો છે. તો બંને ડોઝ લીધેલા 40,535 લોકોને કોરોના થયો છે. પાલિકાના આંકડા પરથી જણાઈ આવે છે કે વૅક્સિનના બંને ડોઝ લીધેલા અને પહેલી વખત કોરોના થયા બાદ પણ નાગરિકોને ફરી કોરોના થઈ રહ્યો છે.
મુંબઈ પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ યથાવત, માત્ર એક દિવસમાં આટલા પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત
કોરોનાની વૅક્સિન લઈ લીધી એટલે કોરોના પાછો થશે નહીં એવું સાયન્ટિફિકલી પુરવાર થયું નથી. ફક્ત વૅક્સિનને કારણે ચેપની તીવ્રતા ઓછી થાય છે અને બીમારી સૌમ્ય રહે છે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. વેક્સિનેશન બાદ પણ કોરોના થાય છે પણ તેનું પ્રમાણ ઓછું છે.ગંભીર રીતે બીમાર ન પડે તે માટે કોરોનાની વૅક્સિન આવશ્યક હોવાનું મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સના સભ્ય ડો. અવિનાશ સુપેએ મિડિયાને કહ્યું હતું.
