Site icon News Continuous Bureau | Mumbai

સંકટ ટળ્યું! મુંબઈમાં કોરોનાગ્રસ્ત પ્રવાસીના સંપર્કમાં આવેલા આટલા લોકોના રિપોર્ટ નેગેટિવ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવ્યા બાદ કોરોના પોઝિટિવ બનેલા મુંબઈના 29 લોકોના સંપર્કમાં આવેલા 314 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોનાગ્રસ્તમાંથી બેના ઓમીક્રોનના રિપોર્ટ 6 ડિસેમ્બરના પોઝિટિવ આવ્યા હતો. કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હોવાથી મુંબઈગરાની સાથે પાલિકા પ્રશાસનનું હાલ પૂરતું સંકટ દૂર થયું છે.

મુંબઈમાં પણ કોરોના વેરિયન્ટ દાખલ થઈ ગયો છે. તેથી પાલિકા સતર્ક થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ઓમાઈક્રોનની અસરગ્રસ્ત દેશ એટલે કે હાઈ રિસ્ક દેશમાંથી મુંબઈ આવેલા પ્રવાસીઓને શોધીને તેમના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

કોસ્ટલ રોડના કામમાં શિવસેનાએ કર્યું કરોડોનું કૌભાંડઃ ભાજપના આ નેતાએ શિવસેના પર મુક્યો આરોપ: જાણો વિગત

પહેલી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં 5510 પ્રવાસી જોખમી દેશમાંથી મુંબઈ આવ્યા છે. તેમાંથી કોરોના પોઝિટિવ જણાયેલા લોકોના સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામા આવ્યા હતા. જેમાં 20 પ્રવાસી અને તેમના સંપર્કમાં આવેલા 9 એમ કુલ 29 લોકોના જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવ્યા હતા.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version