ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
લોકડાઉનના સમયમાં બાંધકામ ક્ષેત્રમાં ભયંકર મંદીને પગલે પ્રીમિયમમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો મુંબઈ મહાનગરપાલિકાએ 2020ની સાલમાં નિર્ણય લીધો હતો. પાલિકાએ આપેલી આ રાહતનો ડેવલપરોએ ફટાફટ બાકી રહેલી રકમ ભરી નાખી હતી, તેને પગલે 2021ની સાલમાં પાલિકાને 12,000 કરોડ રૂપિયાની વિક્રમી કમાણી થઈ હતી. તેથી કોરોના કાળમાં થયેલા ખર્ચામાં આ રકમ રાહતરૂપ સાબિત થઈ હતી.
જકાત બંધ થયા બાદ પાલિકાને પ્રોપર્ટી ટેક્સ અને ડેવલપમેન્ટ ટેક્સ એમ બે જ આવકના મુખ્ય સ્રોત રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ડેવલપમેન્ટ ટેક્સના માધ્યમથી પાલિકાની તિજોરીમાં વાર્ષિક 3,500 કરોડ રૂપિયાની 4,000 હજાર કરોડ રૂપિયા જમા થતા હતા. માર્ચ 2020માં કોરોનાએ મુંબઈમાં એન્ટ્રી કરતા બાંધકામ ક્ષેત્રને મોટો ફટકો પડયો હતો. તેની અસર પાલિકાને આર્થિક મોર્ચે થઈ હતી.
એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીના સમયગાળામાં ડેવલપમેન્ટ ટેક્સના માધ્યમથી ફક્ત અઢી હજાર કરોડ રૂપિયાની જ આવક પાલિકાને થઈ હતી. તો 2019-2020ના સમયગાળામાં આ રકમ 3,800 કરોડ રૂપિયા હતી. જોકે પ્રિમિયમમાં 50 ટકાની રાહત આપવાની પાલિકે જાહેરાત કરતા બિલ્ડર અને ડેવલપરોએ ફટાફટ પોતાના બાકી રહેલા પ્રીમિયમ ભરવાનું ચાલુ કરી દીધું હતું. તેથી અત્યાર સુધી સૌથી વધુ 12,000 હજાર કરોડ રૂપિયાની વસૂલી પાલિકાએ કરી છે. માર્ચ 2022 સુધી આ રકમ 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચશે એવો પાલિકાનો અંદાજો છે.
વર્ષના છેલ્લા દિવસે મુંબઈગરા થયા પરસેવે રેબ- ઝેબ! શહેરમાં ગરમીનો પારો વધ્યો; જાણો વિગતે
પાલિકાની આ સ્કીમનો સૌથી વધુ ફાયદો વેસ્ટર્ન સર્બબમાં ડેવલપરોએ લીધો છે. મુંબઈમાં રિડેવલપમેન્ટ અને નવા 600 બાંધકામ ચાલી રહ્યા છે. મંદીના સમયમાં મોટાભાગના કામ બંધ હતા. તેથી આ મોટી સંખ્યામાં બિલ્ડરોએ પાલિકાની આ સ્કીમનો લાભ લીધો હતો. જેમાં બાંદ્રા અને દહિસરના બિલ્ડરની સંખ્યા વધુ છે. તેમની પાસેથી 6,500 કરોડ રૂપિયાની શુલ્ક પાલિકાના તિજોરીમાં જમા થયું છે.