ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા 1800 કરોડ રૂપિયા પ્રસ્તાવ સોમવારે સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યા હતા. રસ્તાના પ્રસ્તાવને લઈને ફરી એક વખત ભાજપ સામે શિવસેના, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી એક થઈ ગયા હતા અન રસ્તાના 40 પ્રસ્તાવ બહુમતીએ પ્રસ્તાવ મંજૂર કર્યા હતા.
છેલ્લા એક વર્ષથી ટેન્ડર પ્રક્રિયા રખડી પડી હોવાથી રસ્તાના કામ પણ અટવાઈ પડયા હતા. અગાઉ ટેન્ડરમાં કોન્ટ્રેક્ટરોએ 30થી 40 ટકા ઓછા દર લગાવ્યા હોવાથી તે ટેન્ડર પ્રક્રિયા રદ કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, તેમાં પણ કોન્ટ્રેક્ટરોએ 18થી 20 ટકા ઓછા દરે જ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. તેથી ભાજપે રસ્તાના ગુણવત્તાને લઈને સવાલ કરીને રસ્તાના પ્રસ્તાવ મંજૂર કરવાનો વિરોધ કર્યો હતો.
પરંતુ પાલિકાએ રસ્તાન કામનું ઓડિટ કરાશે એવું આશ્વાસન આપ્યું હતું. તેથી શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મળીને ભાજપના વિરોધ બાદ પણ આ પ્રસ્તાવ બહુમતીએ મંજૂર કરાવી લીધો હતો. તેથી ભાજપને સભાનો ત્યાગ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.