Site icon

મુંબઈની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ રૂપ- અનેક દુકાનો બળીને થઇ ખાખ- જુઓ ભયાનક દ્રશ્ય

News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈ(South Mumbai)માં આવેલી જાણીતી ફેશન સ્ટ્રીટ(Fashion street) માં ભીષણ આગ(Major fire) ફાટી નીકળી છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડાં(cloth market) માટેનું પ્રખ્યાત બજાર છે.

Join Our WhatsApp Community

 

આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ધીમે ધીમે આ આગ આસપાસની ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ(Fire Brigade)ની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

 

જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ લગભગ 15 -20 જેટલી દુકાનો (Shop) બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન(economic loss)ની વકી સેવવામાં આવી રહી છે.

 

જોકે આગ લાગવા પાછળનું કારણ હાજી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટ(short circuite) ના કારણે લાગી હતી. 

આ સમાચાર પણ વાંચો:  બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી

દરમિયાન આગના વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યા છે. વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક છે. 

 

આ ઉપરાંત વીડિયોમાં આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી છે. તો બીજા અન્ય એક વીડિયોમાં ફેશન સ્ટ્રીટ ઉપર ધુમાડો ઉછળતો જોઈ શકાય છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version